Surat News : આ વખતે, સુરત રેલ્વે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા સામાન્ય કરતા 10 ગણી વધુ હતી – છતાં, ઉત્તમ સંકલન સાથે, સુગમ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી હતી.મુસાફરોના અચાનક વધારાને પહોંચી વળવા માટે ઘણી વિશેષ ટ્રેનો ઉમેરવામાં ઝડપી કાર્યવાહી કરવા બદલ હું રેલ્વે મંત્રાલયને અભિનંદન આપવા માંગુ છું.
તેમણે કહ્યું હતું કે સલામતી, સેવા અને સમર્થન સુનિશ્ચિત કરવા માટે દિવસ-રાત કામ કરનારા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર.દિવાળીનો તહેવાર, છઠ્ઠ પૂજા અને બિહારની ચૂંટણીને લઈને સુરતના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના રાજ્યો ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ પોતાના વતન જવા માટે નીકળેલા હજારો પ્રવાસીઓના ધસારાથી પ્લેટફોર્મ પર પગ મૂકવાની પણ જગ્યા ન હોય એવી સ્થિતિ સર્જાઈ છે.
Over the last 3 days, the administration and Surat BJP organisations have been on their toes, extending every possible help to citizens travelling to Bihar.
This time, the number of passengers at the railway station was more than 10 times the usual — yet, with excellent… pic.twitter.com/AyPXMDnfCq
— Harsh Sanghavi (@sanghaviharsh) October 20, 2025
સુરત શહેર હીરા નગરી અને ટેક્સટાઈલ નગરી તરીકે જાણીતું શહેર છે, જ્યાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો કામ અર્થે વસવાટ કરે છે. આ પરપ્રાંતીયો વાર-તહેવાર દરમ્યાન પોતાના માદરે વતન જતા હોય છે. આગામી સમયમાં દિવાળીનો તહેવાર, છઠ પૂજા અને બિહારની ચૂંટણી આવી રહી હોવાથી મોટી સંખ્યામાં પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે.
સુરત રેલવે સ્ટેશન પર ઉત્તર ભારત તરફ જનારા લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેના પરિણામે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર હૈયે-હૈયુ દળાય એટલી ભીડ જોવા મળી રહી છે.પરપ્રાંતીય શ્રમિકો પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા માટે વહેલી તકે વતન જવા આતુર છે. આ અતિશય ભીડને કારણે સ્ટેશન પર રેલવે પ્રશાસન માટે આ ભીડને નિયંત્રિત કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ગુજરાત રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની ટીમોને મોટી સંખ્યામાં તહેનાત કરવામાં આવી છે. સુરક્ષા દળો સ્ટેશનના પ્રવેશદ્વારથી લઈને પ્લેટફોર્મ સુધી વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં, ભીડ પર નજર રાખવા માટે CCTV કેમેરા અને ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો:નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કર્યું
આ પણ વાંચો:હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

