Not Set/ ભાવનગર તસ્કરો બન્યા બેફામ, અગ્રણી ઉદ્યોગપતિ પરિવારને ત્યાં લગ્ન પ્રસંગે જ મચાવ્યો તરખાટ

ભાવનગર શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી. શહેરના પોશ વિસ્તાર સાંઢીયાવાડમાં અગ્રણી ઉદ્યોગપતિને ત્યાં લગ્ન પ્રસંગ હોય પરિવાર રીસેપશનમાં ગયો તે દરમિયાન તસ્કર ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ સહીત રૂપિયા ૫ લાખનો મુદ્દામાલ લઇ ફરાર થઇ ગયા. પરિવારને ઘટનાની જાણ થતા પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરતા પોલીસ ઘટના સ્થળે […]

Gujarat Others

ભાવનગર શહેરમાં તસ્કરો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી. શહેરના પોશ વિસ્તાર સાંઢીયાવાડમાં અગ્રણી ઉદ્યોગપતિને ત્યાં લગ્ન પ્રસંગ હોય પરિવાર રીસેપશનમાં ગયો તે દરમિયાન તસ્કર ઘરમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના, રોકડ અને મોબાઈલ સહીત રૂપિયા ૫ લાખનો મુદ્દામાલ લઇ ફરાર થઇ ગયા. પરિવારને ઘટનાની જાણ થતા પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરતા પોલીસ ઘટના સ્થળે પહોચી ચોરી અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ભાવનગર શહેરમાં ફરી તસ્કરો બેફામ બન્યા હોય તેમ લગ્ન પ્રસંગ વાળા ઘરમાંથી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ભાવનગર શહેરના સાંઢીયાવાડ વિસ્તારમાં આવેલા ગોસિયા પાર્કમાં રહેતા અગ્રણી ઉદ્યોગપતિ રજાકભાઈ સાકરવાળાને ઘરે તેમના નાના ભાઈના લગ્નનો પ્રસંગ હતો. જે પ્રસંગ તો ઘરે હતો પણ પરિવાર દ્વારા લગ્નનું રીસેપ્શન વાડીમાં રખાયું હોવાથી રાત્રીના સમય દરમિયાન તમામ પરિવાર સગા સંબંધીઓ સાથે રીસેપ્શનમાં ગયા હતા.

જે દરમિયાન રાત્રીના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઘરમાં ઘુસી કબાટમાં રખાયેલા સોનાના દાગીના, રોકડ રકમ અને મોબાઈલ સહીતની ચીજ વસ્તુઓ લઈ પલાયન થઇ ગયા હતા. જયારે પરિવારના સભ્ય ઘરે આવ્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર જોઈ ઘરમાં ચોરી થયું હોવાનું માલુમ થતા રજાકભાઈ સાકરવાળા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સીટી ડીવાયએસપી સહીત સી ડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ચોરીની ઘટના અંગે પરિવાર દ્વારા જણાવાયું હતું કે ઘરના તમામ સભ્યો મહેમાન સાથે રીસેપ્શનમાં ગયા હતા. અને ઘરની ચાવી બહાર લટકાવી હતી. અને જયારે ઘરે પરત ફર્યા તો ઘરની હાલત જોતા માલુમ પડ્યું કે ઘરમાં ચોરી થઇ છે. જેમાં આશરે ત્રણ લાખના સોનાના દાગીના અને બે લાખ જેટલી રોકડ તેમજ મોબાઈલ સહીત અંદાજે રૂપિયા ૫ લાખની મત્તા તસ્કરો ઉઠાવી ગયા હતા. જેની ફરિયદ સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

શહેરમાં હજુ થોડા સમય પહેલા જ રામજીની વાડી વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી ત્યાં ફરી થી સાંઢીયાવાડ વિસ્તારમાં ચોરી થતા પોલીસ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા રાત્રી દરમિયાન સઘન પેટ્રોલિંગ કરવા આવે અને આવી ચોરીની ઘટનાઓ અટકાવવામાં મદદરૂપ બને તેવી લોક દ્વારા માંગ કરાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.