ઠાસરાના ધારાસભ્ય ઉપર હુમલાનો મામલો
એડિટ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
ટિકટોક ના માધ્યમ થી હુમલા ઉપર બનાવ્યો વિડિઓ
આ તો ભરવાડનું ટ્રેલર છે. પિક્ચર હજુ બાકી નું સંગીત મૂકીને આપી ધમકી
ભૂતકાળમાં નડીઆદ કોર્ટ ની બહાર જ ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય ઉપર નડીઆદના નામચીન ભુમાફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેને મહિનાઓ વીતી ગયા બાદ પણ એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આ વિડીયોને એડિટ કરવામાં આવ્યો છે. અને સોશિયલ મીડિયામાં ગર્ભિત ધમકી સ્વરૂપે વાયરલ કરવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.
આ એડિટ કરેલા વિડીયોમાં આ હુમલા સમયના વિડીયો અને તેની સાથે આ તો ભરવાડનું ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે જેવા મેસેજ સાથે વાયરલ કરવામાં આવ્યો છે. જેને લઈને ઠાસરા અને મહુધાના ધારાસભ્યો પોલીસ મથકે પહોચ્યાં હતા.
આ વિડીયોમાં જેતે સમયે ધારાસભ્ય ઉપર થયેલ હુમલાના વિડિઓ ને એડિટિંગ કરી તેમાં વિવાદિત ગીત મૂકીને તેઓને ખુલ્લી ધમકી આપતો હોય તેવો વિડિઓ બનવવાના આવ્યો છે. ત્યારે ઠાસરા ના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિભાઈ પરમાર અને મહુધાના કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર બંને ધારાસભ્યો એ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને મૌખિક રજુઆત કરી હતી. જેને પગલે વિવાદિત વિડિયો અંગે પોલીસ દ્વારા લેખિત અરજી મંગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
