Breaking News/ વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત,અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકી, પોલીસ તપાસમાં

છેલ્લા 12 દિવસમાં વડોદરાની ત્રણ અલગ-અલગ સ્કૂલોને બોમ્બ ધમકીઓ મળી ચૂકી છે. આ શ્રેણીમાં સમા વિસ્તારની નવરચના સ્કૂલ, રિફાઈનરી CBSE સ્કૂલ અને હવે અમીન સ્કૂલનો સમાવેશ થાય છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Breaking News: ગુજરાતના વડોદરા શહેરમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીઓનો સિલસિલો થંભવાનું નામ લેતો નથી. હરણી વિસ્તારની સિગ્નસ સ્કૂલ બાદ હવે અકોટા વિસ્તારમાં આવેલી અમીન સ્કૂલને RDXથી ઉડાવવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ઘટનાને પગલે વડોદરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સઘન તપાસ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ધમકીઓના કારણે વાલીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ ફેલાયો છે.
ધમકીઓનો સિલસિલો
છેલ્લા 12 દિવસમાં વડોદરાની ત્રણ અલગ-અલગ સ્કૂલોને બોમ્બ ધમકીઓ મળી ચૂકી છે. શ્રેણીમાં સમા વિસ્તારની નવરચના સ્કૂલ, રિફાઈનરી CBSE સ્કૂલ અને હવે અમીન સ્કૂલનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, નવરચના સ્કૂલને વર્ષે બીજી વખત ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે, જે જાન્યુઆરીમાં પણ આવી ધમકીનો શિકાર બની હતી. ધમકીઓમાં ‘મદ્રાસ ટાઈગર્સ’ અને ‘ઉમર ફારૂક’ જેવા નામોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી
અમીન સ્કૂલને મળેલા ધમકીભર્યા ઈ-મેલમાં RDX વડે સ્કૂલ ઉડાવી દેવાની ચીમકી આપવામાં આવી હતી. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે અનુસાર “નવા ઈ-મેલનું કન્ટેન્ટ અગાઉના ધમકીભર્યા ઈ-મેલ જેવું છે, પરંતુ વખતે ધમકી ‘મદ્રાસ ટાઈગર્સ’ તરફથી આવી છે. અમે તાત્કાલિક બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચીને સઘન ચેકિંગ શરૂ કર્યું છે.”
ડીસીપી પન્ના મોમાયાએ વધુમાં જણાવ્યું, “ધમકીભર્યો મેસેજ મળતાં અમારી ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્કૂલ પરિસરમાં કોઈ બાળક કે વાલીને રહેવા દેવામાં આવ્યા નથી. સુરક્ષાના આગ્રહથી મામ વિદ્યાર્થીઓને તેમના વાલીઓ સાથે ઘરે મોકલી દેવાયા છે. હાલ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા વિગતવાર તપાસ ચાલી રહી છે.”
અગાઉની ઘટનાઓ અને તપાસ
આ પહેલાં, સમા વિસ્તારની નવરચના સ્કૂલને મળેલી ધમકી બાદ પોલીસે સાડા ત્રણ કલાક સુધી સઘન તપાસ હાથ ધરી હતી. આ ઓપરેશનમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પોલીસે સ્પષ્ટ કર્યું કે શાળામાં કોઈ બોમ્બ મૂકવામાં આવ્યો નથી. આગળ જતાં, બીજા જ દિવસે રિફાઈનરી CBSE સ્કૂલને પણ ઉમર ફારૂકના નામથી બોમ્બ ધમકી મળી હતી, જેની તપાસમાં પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી.
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગત અઠવાડિયે ચેન્નઈના IT એન્જિનિયર રેની જોશીલ્ડાની 13 ધમકીભર્યા ઈ-મેલ મોકલવાના આરોપમાં ધરપકડ કરી હતી. જોકે, તેની ધરપકડ બાદ પણ આવી ધમકીઓ ચાલુ રહી છે, જેના કારણે પોલીસે તપાસનો વ્યાપ વધાર્યો છે.
વાલીઓમાં ફફડાટ, શાળાઓમાં સુરક્ષા વધારાઈ
આ ધમકીઓના કારણે વડોદરાની શાળાઓ અને વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. શાળાઓએ સુરક્ષાને લઈને વધારાના પગલાં લીધા છે, જેમાં વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે મોકલવા અને શાળા પરિસરમાં પ્રવેશ પર નિયંત્રણનો સમાવેશ થાય છે. પોલીસે વાલીઓને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે, સાથે જ ખાતરી આપી છે કે પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.
પોલીસની આગળની કાર્યવાહી
વડોદરા પોલીસે ધમકીઓના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. સાયબર ક્રાઈમ ટીમ ઈ-મેલના સ્ત્રોતને ટ્રેસ કરવા માટે કામ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં નગરપાલિકાના ફૂડ વિભાગની ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ સામા લાલ આંખ

આ પણ વાંચો:વડોદરા : શહેરમાં કામનાથ મંદિર અસુરક્ષિત, નશેડીઓનો ત્રાસ

આ પણ વાંચો: વડોદરામાં વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર, ખાડા પુરવામાં વિલંબ કરનારને ફટકારી નોટિસ