Vadodara News : વડોદરામાં વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થઈ છે. જેમાં સ્માર્ટસિટી વડોદરામાં ખાડારાજનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. બાદમાં ખાડા પુરવામાં વિલંબ કરનારને નોટિસ ફટકારવામાંઆવી હતી. તે સિવાય નિષ્કાળજી દાખવનાર અધિકારીઓને પણ નોટિસ ફટકારવામાં આવી છે. કમિશનરે મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ ચેકિંગ કરાવ્યું હતું. ફાયર વિભાગ પાસે રોડ પરના ખાડાઓનું ચેકિંગ કરાવ્યું હતું
બાદમાં ફાયર વિભાગે ખાડાની માહિતી કમિશનરને સુપ્રત કરી હતી. ત્યારબાદ રોડ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.આ અંગે કમિશનરે કામ ન કરનાર 8 અધિકારીઓને ફટકારી નોટિસ છે. કમિશનરે નોટિસ ફટકારતા કામચોર અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. શહેરના પ્રથમ નાગરિક બહાર ફરતા હોવાથી લોકોમાં રોષ વ્યાપેલો છે.
આ પણ વાંચો:પાટણમાં વૃદ્ધાની નિર્મમ હત્યા કરી હત્યારો ફરાર
આ પણ વાંચો:પાટણ : સિદ્ધપુર હાઈવે પરની આતિશ ફેક્ટરીમાં આગ
આ પણ વાંચો:પાટણમાં વૃદ્ધની હત્યાનું રહસ્ય ઉકેલાયુ, પડોશમાં જ રહેતા પ્રેમીપંખીડાએ હત્યા કરી

