Ahmedabad News/ નિકોલમાં યુવાને ટ્રકની નીચે આવીને કરી આત્મહત્યા

અમદાવાદના નિકાલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં યુવક ટ્રક નીચે કચડાઈ જઈને આત્મહત્યા કરે છે. અજાણ્યા યુવકે આત્મહત્યા કરતાં પહેલા પાર્ક કરેલી ટ્રક જોઈ હતી.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: કોઈ વ્યક્તિ જીવનથી હતાશ થઈ જાય ત્યારે કેવું અંતિમ પગલું ભરે છે તેનો પુરાવો આજે અમદાવાદમાં વધુ એક વખત જોવા મળ્યો હતો. અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક યુવકે ટ્રક નીચે આવીને આત્મહત્યા કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય રીતે તો આપણે ટ્રકચાલકોને કોઈને કોઈ અકસ્માત માટે જવાબદાર ઠેરવતા હોઈએ છીએ, પરંતુ અહીં તો આ કિસ્સામાં રીતસર દેખાય છે કે એક વ્યક્તિ મરવા માટે જાણે ટ્રક ચાલુ થવાની રાહ જોઈ રહ્યો છે.

અમદાવાદના નિકાલ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં યુવક ટ્રક નીચે કચડાઈ જઈને આત્મહત્યા કરે છે. અજાણ્યા યુવકે આત્મહત્યા કરતાં પહેલા પાર્ક કરેલી ટ્રક જોઈ હતી. તેના પછી તેણે ટ્રક ચાલુ થવાની રાહ જોઈ હતી. થોડી વારમાં જ ટ્રક ચાલુ થઈ ગઈ હતી. ટ્રક ચાલુ થતાં યુવાન તેના નીચે જઈને રીતસરનો સૂઈ ગયો હતો. તેના પછી ટ્રકવાળાની જાણ બહાર અને બીજા કોઈ સમજે તે પહેલા તે ટ્રક નીચે કચડાઈ ગયો હતો.

આમ કોઈ સમજે અને વિચારીને બચાવવાનો પ્રયત્ન કરે તે પહેલાં જ યુવકનું મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના અંગે ઓઢવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ આખા ઘટનાક્રમમાં જોઈ શકાય છે કે અમદાવાદના નિકોલમાં પામ હોટલ પાસે વહેલી સવારે લગભગ 35 વર્ષની વયનો અજાણ્યો યુવાન આવી પહોંચ્યો હતો.

આ યુવકે ત્યાં પાર્ક કરેલી ટ્રક જોઈ હતી. તેના પછી ત્રક જેવી શરૂ થઈ કે તરત જ તે ઝડપથી તેના પૈડા આગળ સૂઈ ગયો હતો. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તેમા તેણે આત્મહત્યા કરી હોવાનું સ્પષ્ટ દેખાઈ આવે છે.

ઘટનાના સમાચાર મળતાં ઓઢવ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. ઓઢવ પોલીસે આ મામલે હાલમાં તો અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. ઓઢવના પીઆઈ પી.એન. ઝીંઝુવાડિયાએ જણાવ્યું હતું કે હજી સુધી મૃતક યુવકની ઓળખ થઈ શકી નથી. તેના ખિસ્સામાંથી કોઈ વસ્તુ કે ચિઠ્ઠી મળી નથી. તેથી તેની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Ahmedabad Flower Show’માં જવું મોંઘુ થશે, ટિકિટ દરોમાં વધારો

આ પણ વાંચોઃ ખેલૈયાઓ માટે આનંદના સમાચારઃ નવરાત્રિમાં રાત્રે બે વાગ્યા સુધી Ahmedabad Metro દોડી શકે

આ પણ વાંચોઃ Happy Birthday Ahmedabad: ઈતિહાસ, સંસ્કૃતિ અને આધુનિકતાનો સમન્વય ધરાવતું નગર