Not Set/ છાપા વેચીને ગામના યુવાનોને અર્પણ કર્યું પુસ્તકાલય!

સારા અને ઉમદા વિચાર સાથે ભરતનગર ગામમાં રહેતા મુકેશભાઈ દવે ગામમાં 2006માં લાઈબ્રેરી શરૂ કરી હતી. જે લાઈબ્રેરી સતત ૧૫ વર્ષથી અવિરત ચાલી રહી છે

Gujarat Others Trending

આજના મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં યુવાનોને વાંચન તરફ વાળવા અતિ જરૂરી છે જેના માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ પ્રયાસ કરતી હોય છે.  યુવાનોને વાંચન તરફ વાળવા માટે લાઈબ્રેરી પણ ઠેર ઠેર જોવા મળતી હોય છે.  ત્યારે મોરબી તાલુકાનું ભરતનગર ગામ નાનું હોવા છતાં અહી ૭૫૦૦ પુસ્તકોથી સમૃદ્ધ લાઈબ્રેરી જોવા મળે છે.

  • ભરતનગર ગામમાં બનાવી લાઈબ્રેરી
  • 2006માં બનાવેલી લાઈબ્રેરી 7500 પુસ્તકો
  • ફ્રીમાં આપવામાં આવે છે પુસ્તકો

આધુનિક યુગમાં યુવાનોમાં ધીરતા ખૂટી ગઈ છે.  લોકોમાં જાણવાની જીજ્ઞાસા વધી ગઈ છે.  ત્યારે હવે યુવાનામાં ધીરતા લાવવામાં માટે એક માત્ર ઉપાય પુસ્તકો છે. કહેવામાં આવે છે કે પુસ્તકો વાચવાથી મનુષ્યમાં ધીરતા આવી જાય છે.  ત્યારે સારા અને ઉમદા વિચાર સાથે ભરતનગર ગામમાં રહેતા મુકેશભાઈ દવે ગામમાં 2006માં લાઈબ્રેરી શરૂ કરી હતી. જે લાઈબ્રેરી સતત ૧૫ વર્ષથી અવિરત ચાલી રહી છે જ્યાં કોઈ દિવસ રજા રાખવામાં આવતી નથી. એટલું જ નહિ મુકેશભાઈ દવે ૧૫૦ ન્યુઝપેપર વેચી તેના થકી તમામ આવક લાઈબ્રેરીને અર્પણ કરે છે.

ગામમાં કોઈપણ ઘરે પ્રસંગ હોય, જન્મદિવસ કે લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોએ લાઈબ્રેરીને અચૂક ફાળો આપે છે જે યોગદાન થકી લાઈબ્રેરી ચાલી રહી છે.. ગામમાં દરેક લોકો પુસ્તકો વાચે તે માટે લાઈબ્રેરીમાંથી ફીમાં પુસ્તકો આપવામાં આવે છે.તેમજ ગામમાં વિદ્યાર્થીઓ પણ આ લાઈબ્રેરીમાં આવી પુસ્તકો વાચતા જોવા મળે છે.

વર્ષ 2006માં 150 પુસ્તકો સાથે શરૂ કરેલી લાઈબ્રેરીમાં આજે 7500 થી વધુ પુસ્તકો છે.. આટલા વર્ષોથી ચાલતી લાઈબ્રેરીમાં આજદિન સુધી એકપણ રજા રાખવામાં આવી નથી અને યુવાનોને વાંચન માટે પ્રેરિત કરવા ગામના સેવાભાવી યુવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે..

સુરત / સવાણી પરિવાર પિતા ગુમાવનાર 300 દીકરીઓનું કરાવશે લગ્ન

શેરબજાર / શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 764 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી ફરી 17200 ની નીચે ગબડ્યો

હિન્દુ ધર્મ / લગ્ન દરમિયાન વર-કન્યાને કેમ લગાવવામાં આવે છે હળદર ? જાણો શું છે આ પરંપરાનું કારણ

આસ્થા / આપણે પાછલા જન્મની વાતો કેમ ભૂલી જઈએ છીએ… આ છે કારણો છે

વાસ્તુ ટિપ્સઃ /  ઘરમાં લક્ષ્મી નથી ટકતી કે પછી પ્રગતિમાં મુશ્કેલી આવે છે, તો ધ્યાનમાં રાખો આ વાસ્તુ ટિપ્સ