Botad News/ બોટાદના રાજકારણમાં ફરીથી ગરમાવો, કોંગ્રેસના આ પૂર્વ કોર્પોરેટર દેખાયા નશાની હાલતમાં

બોટાદમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. બોટાદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર પ્રવિણભાઈ ડેરવાળીયા નશામાં ધૂત અને રસ્તા પર લોકોને મારતા ઝડપાયા બાદ ખળભળાટ મચી ગયો છે.

Gujarat Others Breaking News

Botad News: બોટાદમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. બોટાદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર પ્રવિણભાઈ ડેરવાળીયા નશામાં ધૂત અને રસ્તા પર લથડિયા ખાતા ઝડપાયા બાદ ખળભળાટ મચી ગયો છે. સમગ્ર બનાવની બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવેલ છે અને પ્રોહીબિશન કલમ-66(1)બી હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર 29/07/2024 ના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ચોકીનો સ્ટાફ આ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બોટાદ સહકારની રેલ્વે કોલોની પાસે રોડ પર એક ઇસમ ખુલ્લેઆમ લથડીયા ખાતો જોવો મળ્યો હતો. આ શખ્સને રોકી ચેક કરતાં તેણે કેફી પીણું પીધેલાની તીવ્ર વાસ આવતા ઇસમ પાસે દારૂ પીવા અંગેનુ પાસ પરમીટ માંગતા તેણે પોતાની પાસે નહી હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ દ્વારા વધુ તપાસ કરવા પર, આ વ્યક્તિની ઓળખ પ્રવીણભાઈ ઠાકરશીભાઈ ડેરવાળીયા તરીકે થઈ હતી, જે કોંગ્રેસ પાર્ટીના સક્રિય કાર્યકર અને કોંગ્રેસ નગરપાલિકાના ભૂતપૂર્વ કોર્પોરેટર હતા. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર પ્રવીણભાઈ ડેરવાળીયા, રહે-બોટાદમાં સહકારના સેતુની બાજુમાં ખારા, પછાત વર્ગ સોસાયટી, તા.જી. બોટાદનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તેની સામે પ્રોહીબીશન કલમ 66(1)બી મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં સૌથી વધુ 51 મીમી વરસાદ, આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના મુન્દ્રા તાલુકાના નંદિસરોવર, નંદનવન તથા વન અભયારણ્યની મુલાકાત લીધી

આ પણ વાંચો: અરે બાપ રે! પતિને પત્ની કરડી…

આ પણ વાંચો: દેશભરમાં PF ઉપાડ મામલે ગુજરાતીઓનો ડંકો, ઉપડ્યા 32 હજાર કરોડ રૂપિયા