સુરતના કતારગામ વિસ્તારમાં બાઈક થોભાવીને મહોલ્લામાં રમતી બે બાળાઓ સાથે અડપલા કરનાર આરોપીને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી છે. પોલીસે ઘટના સ્થળ નજીક લાગેલા સીસીટીવી કેમેરાનેની મદદથી આરોપીને પકડી પાડ્યો હતો.
સુરતના કતારગામ વિસ્તારમાં એક મોહલ્લામાં ત્રણ વર્ષ પહેલા બે બાળકીઓ રમી રહી હતી. ત્યારે મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનો વતની કીર્તિકુમાર પુંભડિયા આ મહોલ્લા નજીકથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેને નવ વર્ષની બે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ ઘટના કતારગામ વિસ્તારમાં આવેલા ડીકે નગર નજીકની છે અને ઘટના 10 જુલાઈ 2019ના રોજ બની હતી.
આ સમગ્ર ઘટનાના પગલે બંને બાળકીઓએ પ્રતિકાર કરતા આરોપી કીર્તિકુમાર ઘટના સ્થળથી ભાગી ગયો હતો અને ત્યારબાદ બાળકીના પરિવારના સભ્યોએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે આરોપી કીર્તિ કુમારને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ કોર્ટમાં કેસ પહોંચ્યો હતો અને કેસની અંતિમ સુનાવણી બાદ APP જીતેન્દ્ર પારડીવાલાએ રજૂ કરેલા કુલ 28 સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે આરોપી કીર્તિકુમારને દોષી ઠરાવ્યો છે અને ત્રણ વર્ષની સજા ફટકારી છે સાથે આરોપીને 10,000 રૂપિયાનો દંડ પણ કર્યો છે.
આ પણ વાંચો : ગુજરાત થયું પાણી પાણી | રાજ્યના મુખ્ય ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૫૦.૯૨ ટકા પાણી

