Morabi News/ વાહનોનો ખૂની ભટકો, મોરબી શહેરમાં એક જ જગ્યાએ બે અલગ અલગ અકસ્માત, CCTVમાં દ્રશ્યો કેદ

મોરબી શહેરની મહેન્દ્રનગર ચોકડી પાસે એક જ દિવસમાં જુદા જુદા સમયે બે અકસ્માત (Accident) સર્જાયા. બાઈક, ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતોના CCTV દ્રશ્યો સામે આવ્યા, જોકે કોઈ જાનહાનિ નથી.

Gujarat Top Stories Others
Accident

Morbi Accident News : મોરબી શહેરમાં એક જ દિવસ દરમિયાન બે અલગ અલગ અકસ્માતના બનાવ સામે આવ્યા છે. શહેરની વ્યસ્ત મહેન્દ્રનગર ચોકડી પાસે અલગ અલગ સમયે વાહન અકસ્માતો (Accident) સર્જાયા હતા. જેના કારણે થોડા સમય માટે ટ્રાફિકમાં અવરોધ પણ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જાતા માર્ગ સલામતી અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે.

પ્રથમ બનાવમાં બે મોટરસાયકલ વચ્ચે ટક્કર થતાં રોડ પર અફરાતફરી મચી હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ ગંભીર ઇજા કે જાનહાનિ થવા પામી નથી. ત્યારબાદ થોડા સમય બાદ, એ જ સ્થળે ફરી એક અકસ્માત નોંધાયો હતો, જેમાં બે ટ્રક અને એક કાર વચ્ચે અથડામણ થઈ હતી.

જાનહાનિ નહીં, વાહનોને નુકસાન

બન્ને અકસ્માતના બનાવોમાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જોકે, અકસ્માતમાં સામેલ વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકો દ્વારા તરત જ મદદ કરવામાં આવી હતી.

CCTVમાં કેદ થયાAccidentના દ્રશ્યો

બંને અકસ્માતના બનાવ નજીક લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ફૂટેજના આધારે પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.  સ્થાનિકોએ મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ અને સલામતીના પગલાં વધારવાની માંગ ઉઠાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  મોરબીમાં ભયાનક અકસ્માત: વળાંક લેતું કન્ટેનર કાર પર પલટી પડ્યું, દંપતીનું કમકમાટીભર્યું મોત

આ પણ વાંચો: દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓને મોરબી પાસે ટ્રકે કચડ્યા : ચારના મોત

આ પણ વાંચો:કચ્છમાં ભુજ-ભચાઉ હાઈવે પર વહેલી સવારે અકસ્માતમાં એકનું મોત