Not Set/ યુપી : ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 8 લોકોના ઘટનાસ્થળે મોત

યુપીના બદાયુના રાસુરપુર ગામમાં શુક્રવારે ફટાકડા બનાવવા દરમિયાન થયેલા એક જોરદાર ધડાકામાં 8 લોકોના મોત થયા છે, જયારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ધડાકો થવાના કારણે આખી ઇમારત ક્ષતિગ્રસ્ત થઇ ગઈ છે. મળતી જાણકારી મુજબ, એક વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે દબાયેલો છે. ઘટનાસ્થળે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર છે. ઇજાગ્રસ્તોને જિલ્લા […]

Top Stories India

યુપીના બદાયુના રાસુરપુર ગામમાં શુક્રવારે ફટાકડા બનાવવા દરમિયાન થયેલા એક જોરદાર ધડાકામાં 8 લોકોના મોત થયા છે, જયારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ધડાકો થવાના કારણે આખી ઇમારત ક્ષતિગ્રસ્ત થઇ ગઈ છે.

મળતી જાણકારી મુજબ, એક વ્યક્તિ હજુ પણ કાટમાળ નીચે દબાયેલો છે. ઘટનાસ્થળે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર છે. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દુર્ઘટના સિવિલ લાઈન વિસ્તારના રાસુરપુર ગામની છે. જાણકારી મુજબ, મકાનની અંદર ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. અચાનક જ જોરદાર ધડાકો થયો. જેનાથી 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા. જયારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

દુર્ઘટના બાદ સીએમ યોગી આદિત્યનાથે બદાયુંના ડીએમને ઘટનાસ્થળે જઈને રાહત બચાવ કાર્ય કરવાનો આદેશ આપ્યો છે. હાલ, ઘટનાસ્થળે  ભારે સંખ્યામાં પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે.