Not Set/ અરવલ્લી:૩ બાળકો સહિત મહિલાને કારમાં ઉઠાવી ગયા, મહિલા અભયમ હેલ્પલાઇને કરી મદદ

અરવલ્લી, ગાંધીધામમાં હોટલમાં કામ કરતી મહિલાને ચાર શખ્સો કારમાં ઉઠાવી ગયા હતા. ઉઠાવી ગયા બાદ મોડાસા પાસે છોડી પલાયન થઇ ગયા હતા. મહિલા અભયમ હેલ્પલાઇનને જાણ થતા મહિલાની મદદે આવી હતી. મહિલાનું મેડીકલ ચેક અપ કરાવી નારી સુરક્ષા ગૃહમાં મુકવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે મોડાસા એસટી બસ સ્ટેશન ખાતે ત્રણ બાળકો […]

Top Stories Gujarat Others

અરવલ્લી,

ગાંધીધામમાં હોટલમાં કામ કરતી મહિલાને ચાર શખ્સો કારમાં ઉઠાવી ગયા હતા. ઉઠાવી ગયા બાદ મોડાસા પાસે છોડી પલાયન થઇ ગયા હતા. મહિલા અભયમ હેલ્પલાઇનને જાણ થતા મહિલાની મદદે આવી હતી.

મહિલાનું મેડીકલ ચેક અપ કરાવી નારી સુરક્ષા ગૃહમાં મુકવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે મોડાસા એસટી બસ સ્ટેશન ખાતે ત્રણ બાળકો સાથે 22 વર્ષીય મહિલા સંદિગ્ધ હાલતમાં જણાતાં બસ સ્ટેન્ડ પર હાજર રહેલા મુસાફરો પૈકી કોઈકે મહિલાના મોબાઈલથી મહિલા હેલ્પ લાઈન ૧૮૧ અભયમ ઉપર ફોન કરતાં તાત્કાલીક અભયમના કાઉન્સેલર જીજ્ઞાબેન અને મહિલા કોન્સ્ટેબલ ઈલાબેને સ્થળ ઉપર પહોંચી ત્રણ બાળકો અને મહિલાનો કબ્જો લઈ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા.

ત્યાર બાદ ૧૮૧ હેલ્પલાઈનની કચેરીએ જઈ યુવતી અને બાળકોનું કાઉન્સેલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. યુવતીના જણાવ્યા પ્રમાણે તેણીના ભાઈ-ભાભી ત્રણ માસ અગાઉ અકાળે મૃત્યુ પામ્યા છે.

તેઓના બે અને માહિલનાનું એક સંતાનોને લઈ ઉત્તરપ્રદેશથી ગુજરાતના ગાંધીધામ ખાતે ખાનગી હોટલમાં કામ કરવા માટે આવી હતી. મહિલાનાના જણાવ્યા મુજબ મંગળવારના દિવસે અજાણ્યા ચાર ઈસમો દ્વારા કાળા રંગની જીપમાં બાળકો અને યુવતીને બેસાડી બુધવારના દિવસે મોડાસા આસપાસ બેભાન અવસ્થામાં છોડી ભાગી ગયા હતા.