ગુજરાતમાં રોડ અને સલામતીને લઈને સરકર ગમે તેટલી તકેદારી રાખે પરંતુ નાગરિકો હમેશા રોડ સલામતીની તાકેદારીઓનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે. અને પરિણામ તેમને પરિવારજનોએ ભોગવવાનું આવે છે. દાહોદ ખાતે ગત મોડી રાત્રીએ મોડીરાત્રે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ ખાતે માર્ગ અકસ્માતની ઘટના બની હતી જેમાં બે બાઈક સામસામે અથડાયા હતા. બંને બાઈક ઉ પર કુલ ૬ વ્યક્તિ સવાર હતા. જેમાંથી ત્રણ ના ઘટના સ્થળે મોત નીપજ્ય હતા. જયારે અન્ય 3 યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્રણેય ઘાયલોને સંતરામપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. ઘતનની સ્થળે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. બનાવની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોચ્યો હતો. અને કાર્યવાહી હાથ ધરી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
