Not Set/ ધો.12માં અભ્યાસ કરતી કિરણ માંડવીએ 14 મિનિટ અને 40 સેકન્ડમાં ઓસમ પર્વત પાર કરી પ્રથમ નંબર મેળવી અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જુના જસાપર ગામની અને ધોરણ-12માં અભ્યાસ કરતી કિરણ સંગ્રામમાઈ પાડવીએ 14 મિનિટ અને 40 સેકન્ડમાં પર્વત પાર કરી પ્રથમ નંબર મેળવ્યો હતો

Gujarat

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જુના જસાપર ગામની અને ધોરણ-12માં અભ્યાસ કરતી કિરણ સંગ્રામમાઈ પાડવીએ 14 મિનિટ અને 40 સેકન્ડમાં પર્વત પાર કરી પ્રથમ નંબર મેળવ્યો હતો. આ સાથે બંને વિભાગમાં 10 -10 સ્પર્ધકોને રોકડ પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિજેતાઓને રૂપિયા 2500થી માંડીને રૂ. 1500ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. અન્ય સ્થાનિક દાતાઓએ પણ પ્રોત્સાહક રકમ પુરસ્કાર તરીકે આપી હતી. વિજેતા સ્પર્ધકોને આગામી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવા માટે સીધી એન્ટ્રી અપાશે. વિજેતાઓનું સન્માન કરી તમામ સ્પર્ધકોને ભાગ લેવા બદલ બિરદાવતા જિલ્લા કલેકટર અરુણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, ઓસમ પર્વત રાજકોટ જિલ્લામાં આગવી ઓળખ ધરાવે છે.

રાજ્યકક્ષાની આ સ્પર્ધાને લીધે ઓસમ હવે રાજ્યનું પ્રવાસન કેન્દ્ર બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કલેકટરે જણાવ્યું હતું કે, ઓસમ ખાતે એડવેન્ચર કેમ્પનું પણ આયોજન થાય તે માટે રમતગમત વિભાગ, સ્થાનિક તંત્ર, સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ-શાળા કોલેજોનો સહકાર લઈને રમત-ગમતની પ્રવૃત્તિઓ પણ અહીં થાય તે માટે આયોજન કરવામાં આવશે. કલેકટરે બંને વિભાગમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રાજય સરકાર દ્વારા નિયત કરાયેલા રોકડ પુરસ્કારના ચેક આપી તમામ સ્પર્ધકોને બિરદાવ્યા હતા.