Ahmedabad News : અમદાવાદની રિઝર્વ બેંક અને અલગ-અલગ બેંકમાં દરેક દરની ચલણી નોટો પહોંચી અને આ નોટોમાં 1697 ચલણી નોટ પણ ફરતી થઈ ગઈ હતી અને બેંક સુધી પહોંચી ગઈ હતી .આ નોટ બોગસ હોવાની સાથે તેનો દર 4.98 લાખ જેટલો થાય છે.બોગસ નોટમાં 20 ,50 ,100, 200 ,500 ના દરની નોટનો સમાવેશ થાય છે. આનાથી પણ ચોકાવનારી વાત એ છે કે આ નોટમાં ચિલ્ડ્રન બેન્કની નોટો પણ ફરતી થઈ ગઈ છે અને તે હવે સામે આવી છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના અલગ અલગ બેંકની અંદર બોગસ ચલણી નોટ આવી ગઈ હોવાની માહિતી સામે આવી છે, જેમાં મોટા પ્રમાણમાં નકલી ચલણી નોટો બજારમાં ફરી પણ હોવાનું સામે આવી રહ્યું છે, અત્રે નોંધનીય છે કે, આ બોગસ નોટોમાં કેટલીક નોટો ફાટેલી અને સેલોટેપ જેવી વસ્તુ લાગેલી હોવાની માહિતી મળી છે.
બોગસ નોટોને મેસેજ દ્વારા રિકવર કરવામાં આવી છે અને તેને આગામી સમયમાં કઈ રીતે આ નોટો ફરતી થઈ તે દિશામાં તપાસ કરવામાં આવશે, અગાઉ પણ આવી રીતે રિઝર્વ બેન્કમાંથી ઘણી બોગસ નોટો કબજે કરવામાં આવી હતી. આ મામલો હાલમાં અમદાવાદ એસઓજી દ્વારા તપાસ હેઠળ છે, અને પોલીસ એ તપાસ કરી રહી છે કે આ નોટો ક્યાંથી આવી અને કયા ટ્રાન્ઝેક્શનોમાં ઉપયોગ લેવાઈ છે.
આ પણ વાંચો: સુરતમાંથી ઝડપાયું નકલી નોટ છાપવાનું કારખાનું, નવ લાખની કિંમતની નકલી નોટો મળી
આ પણ વાંચો: નકલી ચલણી નોટોની એન્ટ્રીનો મામલો, નોટ મગાવનાર આરોપીની કરાઈ ધરપકડ, સમગ્ર કૌંભાડનો પર્દાફાશ
