સુરતમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું. પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ફિરોઝ શાહ નામના શખ્સની ધરપકડ કરી. નકલી નોટ છાપવાના કારખાનામાં નવ લાખની કિંમતની નકલી નોટો મળી આવી. લિંબાયતમાંથી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું જેમાં 500 અને 200ના દરની નકલી નોટો મળી આવી. આરોપીઓ દ્વારા છેલ્લા બે મહિનાથી ચાલતી ગેરપ્રવૃતિ પર એસઓજીએ રેડ કરીને મુખ્ય આરોપી સહિત 3ને ઝડપી લેવા સાથે નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતાં સામાનને પણ કબ્જે લેવામાં આવ્યો છે.
પોલીસને નકલી નોટના કારોબારમાં મોટી સફળતા મળી છે. લિંબાયત વિસ્તારમાં નકલી નોટનું કારખાનું ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી આ સ્થાન પર પોલીસે એક ઓફિસ પર વોચ રાખી સમયપારખી રેડ કરી. પોલીસને દરોડામાં નકલી નોટોના કારોબાર થયાનું ખુલ્લુ થયું. આ ઓફિસ ફિરોજ શાહ નામના વ્યક્તિની હતી. પોલીસે આ વ્યક્તિ સહિત તેના બે સાગરિત સહિત 3 ને ઝડપી પાડ્યા. કારખાનામાં નોટ બનાવવા માટે પ્રિન્ટર, શાહી, કાગળ અને પેપર મશીન જેવી સામગ્રીનો ઉપયોગ થતો હતો. આ તમામ સામગ્રીને પોલીસે જપ્ત કરી. કાગળ અને ઈન્ક તેઓ મધ્યપ્રદેશથી લાવતા હતાં.
દરોડામાં પકડાયેલ ફિરોજ શાહ 2015માં ઝારખંડમાંથી બોગસ નોટના કેસમાં ઝડપાયો હતો તેવું સામે આવ્યું. બાદમાં શાહને હાઈકોર્ટથી જામીન મળ્યા હતાં. જના પછી તેણે સુરતમાં જમીનની દલાલી અને વ્યાજનું કામ શરૂ કર્યું હતું. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધી 490 કિ.મી.નો જળમાર્ગ બનાવવામાં આવશે
આ પણ વાંચો: પૂણે પોર્શ કાર અકસ્માતના આરોપીના દાદાનું નામ છોટા રાજન સાથે જોડાયું, જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલને મારી નાખવાની ધમકી આપતો મેસેજ લખનાર યુવકની કરાઈ ધરપકડ