Surat News : સુરત જિલ્લામાં અસલીના નામે નકલીનો ખેલ યથાવત ચાલી રહ્યો છે. જેમાં કામરેજ તાલુકામાંથી વધુ એકવાર નકલી ઘી ઝડપાયું છે. આ બનાવની વિગત મુજબ કામરેજ તાલુકાના કઠોર ગામમાં આવેલા માન સરોવર રેસીડેમ્સીના એક ફ્લેટમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો હતો.
તપાસમાં તેલું મિશ્રણ કરીને નકલી સુમુલ ઘી બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. પોલીસને આ અંગે ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંતી એક લિટરના 108 ડબ્બા અને 15 લિટરના 38 ડબ્બા કબજે કર્યા હતા.
તે સિવાય પોલીસે ગેસના ચુલા, તપેલા સહિત એક લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ બનાવ સંદર્ભે એક શખ્સની અટકાયત કરીને અન્ય ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.
આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ! ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, લોકોનું કરોડો રૂપિયાનું ફેરવ્યું ફૂલેકું
આ પણ વાંચો: BZ ના ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી
આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો વિસ્ફોટ: ભૂપેન્દ્રસિંહના ભાઇ રણજીતસિંહની અટકાયત, CIDની તપાસમાં મોટા ખુલાસા
