Election/ પદાધિકારીઓને ટિકિટ જોઈતી હોય તો પહેલા રાજીનામું આપે : સી.આર પાટીલ

રાજ્યભરમાં જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી મહાનગરમાં પાલિકાના મુરતિયાઓને મહોર લાગ્યા બાદ કોર્પોરેશન બાદ ભાજપમાં હવે રવિવારથી સળંગ ત્રણ દિવસ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ

Top Stories Gujarat
1

રાજ્યભરમાં જેની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી મહાનગરમાં પાલિકાના મુરતિયાઓને મહોર લાગ્યા બાદ ભાજપમાં હવે રવિવારથી સળંગ ત્રણ દિવસ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ પાલિકા- પંચાયતો માટે ઉમેદવારો નક્કી કરશે. પાટીલે કહ્યુ કે, સંગઠનમાં પદાધિકારીને ટિકિટ જોઈતી હોય તો પહેલા એ હોદ્દા પરથી રાજીનામું આપે પછી જ નિર્ણય લેવાશે. ખાલી પડેલો હોદ્દો પણ તત્કાળ અસરથી ભરી દેવાશે અને ત્યાં ફરીવાર રાજીનામું આપનારની નિમણૂંક નહી થાય. આ માપદંડો 1.14 કરોડ સભ્યો ધરાવતા ગુજરાત ભાજપ માટે સમયની જરૂરીયાત છે. સમય મર્યાદા નક્કી નહિ થાય તો યુવાનોને તક નહિ મળે, માટે જગ્યા થવી જોઈએ.

Election / રાજકોટમાં મહિલા અનામત આવે તો મેયર પદ માટે ભાનુબેન બાબરીયા પ્રબળ દાવેદાર, સૂત્રોમાં ચર્ચા

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર મ્યુ. કોર્પોરેશનમાં ત્રણ ટર્મને કારણે હવે ચૂંટણી લડવાની તક નથી મળવાની તેમણે હસતા હસતા જગ્યા ખાલી કરી આપી છે, તે જ ભાજપની મૂડી હોવાનું પણ તેમણે ઉમેર્યુ હતુ. ભાજપના ઉમેદવારો બપોરે 12 : 39 કલાકે ચૂંટણી અધિકારીઓ સમક્ષ ફોર્મ ભરતી વખતે કોવિડ-૧૯ની ગાઈડલાઈનનો ચૂસ્ત પાલન કરશે.”ત્રણ ટર્મ સહિત ત્રણ માપદંડને કારણે બાકાત રહ્યા છે તેમનો આભાર. કોઈને કોઈ જગ્યાએ તેમના અનુભવોનો ઉપયોગ થાય તેના માટે કામગીરી સોંપવા હું જિલ્લા કે ઝોનવાઈઝ મળીશ” ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે ગુરૂવારે છ મ્યુનિસિપિલ કોર્પોરેશન માટે 476 ઉમેદવારો જાહેર કરતા પહેલા જેમની ટિકિટ કપાઈ છે તેમને નવી પેઢીને તૈયાર કરવા વિશેષ જવાબદારી સોંપાશે તેમ જાહેર કર્યુ હતુ.

Rajkot / આજે બહુમાળી ભવન પાસે સભા યોજી ભાજપના 6 વોર્ડમાં ઉમેદવારો 12:39ના વિજય મુહૂર્તમાં ભરશે ફોર્મ

આ ઉપરાંત 60 વર્ષ પૂર્ણ કરનારા, ત્રણ ટર્મથી ચૂંટાતા અને હોદ્દેદારોના સગા- સબંધીઓને ટિકિટ નહિ આપવાનો નિર્ણયની અસર આવનારી વિધાનસભા- લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીને તબક્કે થશે કે કેમ ? જવાબમાં પાટીલે ” પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે નીતિ- નિયમો ઘડે છે. લોકસભા કે વિધાનસભાના ઉમેદવારો નક્કી કરવાના અધિકારો કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને આધિન છે” એમ કહીને પક્ષમાં પર્વર્તેલી અટકળો ઉપર બ્રેક મારી હતી.

Cricket / ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ : આ ખેલાડીઓ પર રહેશે ખાસ નજર, આ હશે બંને ટીમોના સંભવિત 11

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…