લોકાર્પણ/ PM મોદી કરશે ગુજરાતની કાયા પલટ, રાજ્યને આપશે વિકાસકાર્યની લ્હાણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારમાં ગુજરાતનો વિકાસ અને વિકાસનો લાભ પ્રજા સુધી પહોંચાડવા અનેકવિધ વિકાસકાર્યો પૂર્ણ થયા છે.

Gujarat Others
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વર્ચ્યુઅલ કરશે લોકાર્પણ
  • 16 જુલાઇ શુક્રવારે ગુજરાતને કરશે વિકાસકાર્યની લ્હાણી
  • આધુનિક રેલવે સ્ટેશન અને સેવનસ્ટાર હોટલનું લોકાર્પણ
  • અમદાવાદ સાયન્સ સીટીમાં અનેકવિધ પ્રોજેક્ટની ધરશે ભેટ
  • નવી ટ્રેનોનો કરાવશે પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની સરકારમાં ગુજરાતનો વિકાસ અને વિકાસનો લાભ પ્રજા સુધી પહોંચાડવા અનેકવિધ વિકાસકાર્યો પૂર્ણ થયા છે. કેન્દ્રના સહયોગથી ગુજરાતના હિતમાં સંપન્ન થયેલાં અનેકવિધ વિકાસપ્રોજેક્ટના લોકાર્પણ 16 જુલાઇ ને શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિલ્હીથી વર્ચ્યુઅલી કરવામાં આવશે..જુઓ કયા-કયા પ્રોજેક્ટનુ લોકાર્પણ કરશે.

કાયાપલટ કરેલાં કેપિટલ સ્ટેશનનું લોકાર્પણ

ગુજરાતમાં કોરોના રોકાયો છે. હવે રોકેટગતિએ વિકાસની ગતિએ વેગ પકડ્યો છે. જનજીવનની ગાડી પાટા પર આવતી જાય છે. ત્યારે રાજ્યના કેપીટલ ગાંધીનગર રેલવેસ્ટેશનનું અત્યાધુનિકીકરણ કરવામાં આવ્યું છે. રેલવેસ્ટેશન પર 318 રૂમની સુવિધા ધરાવતી પંચતારક હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. વૈશ્વિકસ્તરે ખ્યાતિપ્રાપ્ત અતિથિઓને સુવિધા આપવા સહ સુવિધા પ્રાપ્ય કરવામાં આવી છે. રૂ.790 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલી પંચતારક હોટલનું વક્ચ્યુઅલી લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જુલાઇ શુક્રવાર સાંજે 4 કલાકે કરશે.

અમદાવાદ સાયન્સસીટીના નવા ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

અમદાવાદ સ્થિત વિશ્વસ્તરે ખ્યાતિપ્રાપ્ત થયેલાં સાયન્સસેન્ટરમાં રૂ.264 કરોડના ખર્ચે એક્વાટિક ગેલેરી તૈયાર કરવામાં આવી છે. ભારતનું અત્યાધુનિક સુવિધાથી સજ્જ સૌથી મોટું એક્વેરિયમ શરૂ થઇ રહ્યું છે. સાયન્સસીટી નિહાળવા આવનારા પ્રવાસીઓને સમુદ્રી દુનિયાના યાદગારઅનુભવ હેતુ એક્વેરિયમ તૈયાર કરવામાં આવ્યું છે. શાર્ક સહિત જળચર પ્રજાતિ માટે અલગ-અલગ 68 ટેન્ક બનાવાયા છે. દરિયાઇ દુનિયાના રોમાંચક અનુભવ માટે તૈયાર થયેલાં 5-ડી થિયેટરનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદી વર્ચ્યુઅલી કરશે.

હવે રોબોટ પણ આપની સેવામાં…અત્યાધુનિક રોબોટિક ગેલેરી

સાયન્સ,સીટી પરિસરમાં 11 હજાર સ્કવેર મીટરવિસ્તારમાં રૂ.127 કરોડના ખર્ચે અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું વરચ્યુઅલી લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 79 પ્રકારના 200 થી વધુ રોબોટ રોબોટિક ગેલેરીમાં મૂકવામાં વ્યા છે. ગેલેકીમાં ખાસ તૈયાર કરાયેલાં હ્યુમનોઇડ રોબોટ આનંદ-આશ્ચર્ય ને ઉફત્સાહની ભાવ વ્યક્ત કરતાં પ્રવાસીઓ સાથે વાત પણ કરે જે મુખ્યઆકર્ષણ રહેલું છે. રોબોકાફેએ પણ રોબોટગેલેરીનું આકર્ષણ રહ્યું છે. રોબો શેફ દ્વારા બનાવાયેલ ભોજન રોબો વેઇટર્સ દ્વારા પીરસવામાં વશે. આ તમામ સુવિધાનું ઉદ્દાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

 નેચરપાર્કનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ

નેચરપાર્કમાં મિસ્ટ બાંબૂ ટનલ , ઓક્સીજનપાર્ક, ચેસ અને યોગસ્પેસ , ઓપન જીમ અને ખાસ બાળકો માટે પ્લે એરિયા પણ તૈયાર કરવામાં આવ્યા છે. જોગિંગ ટ્રેક – વોકિંગ ટ્રેક અને બાળકો માટે રસપ્રદ ભૂલભૂલૈયા પણ અનેરૂં આકર્ષણ છે. જેનુ વર્ચ્યુઅલી ઉદ્ધાટન વડાપ્રધાનના હસ્તે થશે.

નવી ટ્રેનનો વર્ચ્યુઅલી પ્રારંભ

ગાંધીનગર થી વારણસીને જોડતી નવી સાપ્તાહિક સુપરફાસ્ટટ્રેનનો વર્ચ્યુઅલી પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે. ગાંધીનગર થી વરેઢા મેમુ સેવાનો પણ વરચ્યુઅલી પ્રારંભ વડાપ્રધાનના હસ્તે થશે. વડનગર રેલવેસ્ટેશન સહિતના મહેસાણા-વરેઠા ઇલેક્ટ્રીફાઇડ બ્રોડગેજ રેલખંડનું લોકાર્પણ થશે. સુરેન્દ્રનગર થી પીપાવાવ 266 કિલોમીટર રેલવે ઇલેક્ટ્રીફીકેશન કામગીરીનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વરચ્યુલી કરવમાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતના વિકાસ હેતુ વર્ચ્યુઅલી અનેકવિધ લોકાર્પણ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન સાથે દેશના પ્રથમ સહકારપ્રધાનનું પણ સ્થાન પામેલાં અમિત શાહ વિડિયોકોન્ફરન્સના માધ્યમથી દિલ્હીથી જોડાશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી , નાયબમુખ્યપ્રધાન નિતીન પટેલ , કેનદ્રીય રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્યમંત્રી અને સુરતના સાંસદ દર્શનાબેન જરદોશ ઉપરાંત ગુજરાત સરકારના પ્રધાનમંડળના સભ્યો ગાંધીનગર રેલવેસ્ટેશન ખાતે પ્રત્યક્ષરીતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.