Not Set/ ૨૪ જૂન થી ૧૫ જુલાઇ સુધીમાં આવાસ યોજનાઓના હપ્તા પેટે રૂ. ૧૧,૬૬,૪૮,૭૪૨ની વસૂલાત 

રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આવાસના હપ્તાની વસૂલાત માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં તા.૨૪/૦૬/૨૦૨૧થી

Top Stories Gujarat

રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આવાસના હપ્તાની વસૂલાત માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશમાં તા.૨૪/૦૬/૨૦૨૧થી તા.૧૫/૦૭/૨૦૨૧ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા આવાસોના હપ્તા પેટે રૂ. ૧૧,૬૬,૪૮,૭૪૨ (રૂપિયા અગિયાર કરોડ છાંસઠ લાખ અડતાલીસ હજાર સાતસો બેતાલીસ પુરા)ની વસુલાત કરવામાં આવેલ છે.આજ દિન સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત ૩૧,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે.

તા.૦૯/૦૭/૨૦૨૧ના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૧,૩૭,૯૭,૨૧૫/- (એક કરોડ સાડત્રીસ લાખ સતાણું હજાર બસો પદર પુરા)ની મહત્તમ આવક

આવાસની વસૂલાત વિશે વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરએ એમ જણાવ્યું હતું કે, તા.૦૯/૦૭/૨૦૨૧ના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૧,૩૭,૯૭,૨૧૫/- (એક કરોડ સાડત્રીસ લાખ સતાણું હજાર બસો પદર પુરા)ની આવક થયેલી છે, જે અત્યાર સુધીની એક જ દિવસની મહત્તમ વસૂલાત છે. આ અગાઉ તા.૦૬/૦૭/૨૦૨૧ના રોજ એક જ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૧,૨૮,૧૦,૯૯૦/- (એક કરોડ અઠયાવીસ લાખ દસ હજાર નવસો નેવુ પુરા)ની આવક થયેલી છે. તેમજ તા.૦૬/૦૭/૨૦૨૧ થી તા. ૦૯/૦૭/૨૦૨૧ કુલ ૪ દિવસમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૪,૮૮,૩૦,૩૩૧/- (ચાર કરોડ અઠયાસી લાખ ત્રીસ હજાર ત્રણસો એકત્રીસ પુરા)ની આવક થયેલી છે.

તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૧૪/૦૭/૨૦૨૧ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૪૨,૬૩,૪૩,૭૮૨ની વસૂલાત

અત્રે એ ખાસ નોંધવું રહયું કે, તા.૦૧/૦૪/૨૦૨૧ થી તા.૧૪/૦૭/૨૦૨૧ સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ. ૪૨,૩૧,૬૪,૦૦૦/- (બેતાલીસ કરોડ એકત્રીસ લાખ ચૌસઠ હજાર પુરા) ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. જયારે પાછલા આખા વર્ષમાં તા.૦૧/૦૪/૨૦૨૦ થી  તા. ૩૧/૦૧/૨૦૨૧ દરમ્યાન કુલ રૂ. ૮૧.૮૧ કરોડ ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ હતી.

હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS – 1 પ્રકારના ૧૬૪૮ તેમજ MIG પ્રકારના ૮૪૭ આવાસો માટે ફોર્મ વિતરણ કરવામાં આવી રહયા છે. જેમાં તા.૨૩/૦૭/૨૦૨૧ સુધી ફોર્મ મેળવી શકશે તેમજ પરત જમા કરાવી શકશે.
 
પ્રધાનમંત્રી યોજના અંતર્ગત બની રહેલ EWS – II, LIG તેમજ MIG આવાસ યોજનામાં જે લાભાર્થીઓને આવાસ ફાળવાયેલ છે પરંતુ જેઓ હજુ સુધી એલોટમેન્ટ લેટર લેવા આવેલ નથી તેમજ  જે લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર મળી ચુક્યો છે પરંતુ હપ્તા ચુકવવાના બાકી છે તેઓને તંત્ર દ્વારા તાત્કાલિક આવાસ યોજના વિભાગનો સંપર્ક કરી પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે.