Gandhinagar News/ પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ વેરિફિકેશન (Passport Verification)પ્રક્રિયાને વધુ સરળ અને સુગમ બનાવવા મહત્વપૂર્ણ જાહેરાત

Top Stories Gandhinagar Gujarat
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક (DGP Gyanendra Singh Malik)દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન (Passport Verification) પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

Gandhinagar News : રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક (DGP Gyanendra Singh Malik)દ્વારા રાજ્યના નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન (Passport Verification) પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.
નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે હેતુથી વહીવટી પ્રક્રિયામાં કેટલાક મહત્વના સુધારા (Passport Rules)અંગેની સ્પષ્ટતાઓ કરવામાં આવી છે.

પાસપોર્ટ વેરિફિકેશન (Passport Verification) માટે  અરજદારોને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં

પાસપોર્ટ વેરિફિકેશન (Passport Verification) સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવાની રહે છે.

પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જો કે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની આવશ્યકતા નથી.

રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે (DGP Gyanendra Singh Malik)પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સાથોસાથ રાજ્યના તમામ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સરળ પ્રક્રિયાથી માહિતગાર થાય અને કોઈ પણ બિનજરૂરી પ્રક્રિયામાં ન પડે.


આ પણ વાંચો : બનાસકાંઠાઃ પાલનપુર પાસપોર્ટ ઓફિસ ખાતે અરજદારોનો હોબાળો, ડોક્યુમેન્ટ ચકાસણી કરતા અધિકારી હાજર ન હોવાથી હોબાળો, 100 જેટલા અરજદારો અટવાયા લોકો રોષે

આ પણ વાંચો : પાસપોર્ટ વિવાદમાં નવો વળાંક, તન્વી શેઠના પાસપોર્ટનું થઇ શકે છે રિ – વેરિફિકેશન

આ પણ વાંચો : 10 વર્ષમાં પાસપોર્ટ કેન્દ્રો 77થી વધીને 545 થયા