Rajkot News: રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં લાંબા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર ખનીજ ચોરી (Mining Theft Case) સામે પોલીસ અને તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ રેન્જ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ખનીજ ચોરીમાં વપરાતા સાધનો સહિત 27 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
બાતમીના આધારે દરોડા, Mining Theft Caseનો પર્દાફાશ
મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જને જસદણ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે ટીમ દ્વારા ઓચિંતી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન સ્થળ પરથી ખનીજ ચોરી (Mining Theft Case) માટે ઉપયોગમાં લેવાતા સાધનો અને વાહનો મળી આવ્યા હતા. પોલીસે ટ્રેક્ટર, ચકરડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે 27 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.
ચંકિત રામાણીનું નામ સામે આવતા ચર્ચા તેજ
આ મામલાની પ્રાથમિક તપાસમાં જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિત રામાણીનું નામ સામે આવ્યું હોવાની માહિતી સામે આવી છે. તેમના પર ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.જોકે, આ મામલે તપાસ આગળ વધી રહી છે અને સમગ્ર હકીકત પોલીસ તથા સંબંધિત વિભાગોની તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
ખાણ-ખનીજ વિભાગ કરશે વધુ તપાસ
ગેરકાયદે ખનનના આ મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ ખાણ અને ખનીજ વિભાગને પણ જાણ કરવામાં આવી છે.હવે વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે કે આ વિસ્તારમાં કેટલા સમયથી ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હતું, કેટલા પ્રમાણમાં ખનીજની ચોરી થઈ છે અને આ પ્રવૃત્તિમાં અન્ય કોણ-કોણ સંકળાયેલા છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા
સત્તાધારી પક્ષના સ્થાનિક હોદ્દેદારનું નામ ખનીજ ચોરી (Mining Theft Case)ના મામલે સામે આવતા જસદણ અને રાજકોટના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. વિપક્ષ અને સ્થાનિક લોકો દ્વારા પણ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલુ છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગર ખનીજ ચોરી કેસમાં ઋત્વિક મકવાણાનો સરકાર પર પ્રહાર, “ગરીબોને માફિયા ગણાવવું ખોટું”
આ પણ વાંચો:SOG દ્વારા ખનીજ ચોરી પર તવાઈ: 13 વાહનો જપ્ત, કરોડોનો મુદ્દામાલ ઝડપાયો
આ પણ વાંચો:ભૂમાફિયાઓ સામે સખ્ત કાર્યવાહી, ખનીજ ચોરીના 2 કેસમાં 60 લાખનો મુદ્દામાલ જપ્ત
