સમગ્ર વિશ્વમાં કોરોના એ સામ્રાજય ફેલાવવ્યુ હતું . આ ઉપરાંત અમુક રાજ્યો માં તો લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું . વિશ્વમાં કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે ભારત અને નવ અન્ય દેશો પર પ્રવાસ પ્રતિબંધ લગાવવા માં આવ્યો હતો મ. જે હવે કોરોના કેસ ઘટતા 6 સપ્ટેમ્બરથી હટાવી લેવામાં આવશે. રાષ્ટ્રપતિના પ્રવક્તા હેરી રોકે કહ્યું કે ફિલિપાઇન્સે ભારત અને અન્ય નવ દેશોમાંથી આવતા તમામ પ્રવાસીઓ માટે મુસાફરી પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો છે.
ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, થાઇલેન્ડ, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પ્રવર્તમાન મુસાફરી પ્રતિબંધો હટાવવા આંતર-એજન્સી કોરોના ટાસ્ક ફોર્સની ભલામણને મંજૂરી આપી દીધી છે. રોકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઉપરોક્ત દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ યોગ્ય પ્રવેશ, ટેસ્ટિંગ અને ક્વોરેન્ટાઇન પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
આ પણ વાંચો :તાલિબાન સરકારની જાહેરાત પહેલા પાકિસ્તાન ISIના ચીફ કાબુલમાં
ફિલિપાઇન્સે એપ્રિલમાં ભારત પર પ્રતિબંધ મૂક્યો હતો અને બાદમાં તેને ડેલ્ટા કેસો ધરાવતા નવ અન્ય દેશોનો સમાવેશ કરીને વિસ્તૃત કર્યો હતો. ફિલિપાઇન્સ હવે વધતા કોરોના ચેપ સામે લડી રહ્યું છે. દક્ષિણપૂર્વ એશિયાના દેશમાં શુક્રવાર સુધી કુલ 2,040,568 કોરોના કેસ નોંધાયા છે, જેમાં 33,873 લોકોના મોતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પૂરી કર્યા 15000 રન