Gujarat Weather:હવામાન વિભાગ (IMD)ની તાજી આગાહી અનુસાર ગુજરાતમાં આગામી બે દિવસમાં કમોસમી વરસાદનો (Unseasonal Rain) માહોલ જોવા મળી શકે છે. 29 માર્ચે કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે 30 માર્ચે વરસાદનો વિસ્તાર વધીને ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફેલાઈ શકે છે.

બે દિવસમાં કમોસમી વરસાદ (Unseasonal Rain)ની આગાહી
કચ્છ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં 29 માર્ચ (શનિવાર)ના રોજ છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા.30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.બનાસકાંઠા ઉપરાંત પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં હળવો વરસાદ (Unseasonal Rain) અને ગાજવીજની આગાહી.કચ્છમાં પણ થોડી શક્યતા યથાવત રહેશે.

હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સલાહ આપી છે. સમુદ્રમાં તોફાની પવન અને ઊંચી લહેરોની શક્યતા છે તેથી સમુદ્રી કિનારાના વિસ્તારોમાં સાવધાની રાખવી જરૂરી છે.આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળશે નહીં. અમદાવાદમાં ગુરુવારે મહત્તમ તાપમાન 37.1 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ત્યારબાદ 31 માર્ચથી તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.ગુજરાત રાજ્ય, સૌરાષ્ટ્ર-કચ્છ, દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં હવામાન મોટેભાગે સૂકું જ રહ્યું હતું.
આ પણ વાંચો: માર્ચના અંતમાં માવઠાનું સંકટ! ગુજરાતમાં ફરી ફૂંકાશે વાવાઝોડા જેવો પવન, અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો: ગુજરાતમાં માવઠાનું સંકટ! અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતો ચિંતામાં,પલટાશે વાતાવરણ
આ પણ વાંચો: ઉત્તરાયણ પર પતંગ રસિકોને મોજ પડી જશે, પવન રહેશે એકદમ સાનુકૂળ: અંબાલાલ પટેલ
