Dharma & Bhakti/ અખંડ જ્યોતિનું રહસ્ય…આ શક્તિપીઠમાં વાટ વિના પણ જ્યોત સદીઓથી પ્રજ્વલિત છે..!

હિમાચલ પ્રદેશના કાંગડા ખાતે સ્થિત મા જ્વાલા દેવી (Jwala Devi) મંદિરના ગર્ભગૃહમાં કોઈ જ મૂર્તિ નથી! માતા જ્વાલાના સ્વરુપે અનેક સદીઓથી અખંડ જ્યોત…

Trending Religious Rashifal Dharma & Bhakti
Jwala Devi, શિવ, વિષ્ણુ, હિમાચલ પ્રદેશ, શક્તિપીઠ

Dharm & Bhakti: હિમાચલ પ્રદેશના કાંગડા ખાતે સ્થિત મા જ્વાલા દેવી (Jwala Devi, Himachal Pradesh) મંદિરમાં માતા જ્વાલાના સ્વરુપે અનેક સદીઓથી અખંડ જ્યોત પ્રગટેલી જ રહે છે. તમને જાણીને નવાઇ લાગશે કે, મંદિરના ગર્ભગૃહમાં કોઈ જ મૂર્તિ નથી!

Jwala Devi, શિવ, વિષ્ણુ, હિમાચલ પ્રદેશ, શક્તિપીઠ

ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri 2026) આજે સમાપન તરફ છે. દેશભરમાં આ દરમિયાન, ભક્તિ અને શક્તિની આરાધનાનું વાતાવરણ જળવાઇ રહે છે. નવ દિવસ સુધી માતા દુર્ગા (Navdurga)ના જુદા-જુદા સ્વરુપોની આરાધના કરવામાં આવે છે. ભક્તજનો દેવી નવદુર્ગાની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્રત, પૂજન અને દર્શન કરે છે. આ વિશેષ દિવસે તમને એક એવા દિવ્ય ધામના દર્શન કરાવીશું જ્યાં આસ્થા કેવળ માન્યતા નથી પરંતુ સાક્ષાત્ ચમત્કારના સ્વરુપે જોવા મળે છે.

હિમાચલ પ્રદેશના કાંગડા ખાતે સ્થિત મા જ્વાલા દેવી મંદિરમાં માતા જ્વાલાના સ્વરુપે અનેક સદીઓથી અખંડ જ્યોત પ્રગટેલી જ રહે છે. તમને જાણીને નવાઇ લાગશે કે, મંદિર (Temple)ના ગર્ભગૃહમાં કોઈ જ મૂર્તિ નથી! પરંતુ અખંડ જ્યોતિ સ્વયં દેવીના રુપે પ્રજ્વલિત છે. આ જ્વાળા ઘી, તેલ કે રુની દીવેટ વિના જ ચોવીસ કલાક ચાલુ જ રહે છે. આજ સુધી આ જ્યોત ક્યારેય બુઝાઇ નથી કે નથી એની જ્યોત ધીમી પડી!!

Jwala Devi, શિવ, વિષ્ણુ, હિમાચલ પ્રદેશ, શક્તિપીઠ

અહિં જ્વાલા (Jwala Devi) જ છે માતાનું દિવ્ય સ્વરુપ 

નવરાત્રિના પાવન અવસર પર આ દરબાર ઓર ભવ્ય સ્વરુપે સજાવવામાં આવે છે. લાખો-કરોડો ભક્તજનો અહિં આવીને આ દિવ્ય જ્યોતના દર્શન કરે છે. આ કેવળ મંદિર જ નથી પરંતુ, આસ્થાનું એક કેન્દ્ર પણ છે જ્યાં વિશ્વાસ અને ચમત્કાર એક સાથે દેખાય છે.

આ ધામ માતા દુર્ગાના 51 શક્તિપીઠો (51 Shaktipeeth) પૈકીનું એક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, દેવી સતીએ યજ્ઞકુંડમાં પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા ત્યારે ભગવાન શિવ (Lord Shiva) એમના શરીરને લઇને વિચરણ કરવા લાગ્યા. છેવટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના શરીરના ટુકડા કર્યા જેમાંથી અહિં એમની જીહ્વવા અર્થાત્ જીભ પડી હતી. એનુ જ પ્રતીક આ જ્વાળાને માનવામાં આવે છે અને એની પૂજા આજ દિન સુધી કરવામાં આવે છે.

Jwala Devi, શિવ, વિષ્ણુ, હિમાચલ પ્રદેશ, શક્તિપીઠ

આજ સુધી આ જ્વાળાનું રહસ્ય અકબંધ

આ મંદિરમાં કુલ જ્વાળાઓ છે જે સદીઓથી સતત પ્રગટેલી છે. એમને દેવીના નવ સ્વરુપો મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી, હિંગળાજ ભવાની, વિંધ્યવાસિની, અન્નપૂર્ણા, ચંડી દેવી, અંજના દેવી અને અંબિકા દેવી….આ તમામ નામે પૂજવામાં આવે છે. ભક્તોનું એવું માનવું છે કે, આ જ્વાળાઓ સ્વયં દેવીનું મુખ છે આથી જ આ સ્થાનને જ્વાલામુખી પણ કહે છે.

અહિંની એક ઓર વિશેષતા એ છે કે, જ્યારે પણ પ્રસાદ (Prasad) ચડાવવામાં આવે છે તો એ બળતો નથી! પૂજા પછી આપવામાં આવતા ચરણામૃતમાં પણ કેટલીયે વખત આ જ્વાલાના નાના સ્વરુપના દર્શન થયા હોવાનો ઘણાને અનુભવ થયો છે અને એને ભક્તો ચમત્કાર માને છે.

wala Devi, શિવ, વિષ્ણુ, હિમાચલ પ્રદેશ, શક્તિપીઠ

શહેનશાહ અકબર પણ માતાની આ જ્વાલાને બુઝાવવામાં નાકામ

ઇતિહાસમાં પણ આ મંદિરના રહસ્યોને સમજવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યો. મુઘલ બાદશાહ અકબરે (Mughal Badshah Akbar) એને અંધવિશ્વાસ માનીને મંદિરની પાસે વહેતી નદીનું પાણી જ્વાલા તરફ વાળી દેવડાવ્યું હતુ…પણ આ ઝડપી પ્રવાહ પણ જ્યોતને બુઝાવી શક્યો નહિં! આ પછી એણે સ્વયં ખુલ્લા પગે ચાલીને સોનાનું છત્ર ચડાવ્યું હતુ જે આજે પણ મંદિરમાં વિદ્યમાન છે.

જો કે, એ હવે સોનાનું નથી રહ્યું પણ કોઇ અજ્ઞાત ધાતુમાં પરિવર્તિત થઇ ચૂક્યું છે. સમય બદલાયો, રાજવંશ બદલાયા, મુઘલ પછી અંગ્રેજોનું રાજ આવ્યું અને ગયું….પણ આ જ્યોતનું રહસ્ય આજે પણ અકબંધ છે!

વૈજ્ઞાનિકો પણ આની પાછળના કારણો સમજવાના પ્રયાસો કરી રહ્યાં છે પણ હજુ સુધી કોઇ નક્કર નિષ્કર્ષ સુધી પહોંચી શક્યા નથી.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: 

આ પણ વાંચો: દેવા અને ગરીબીમાંથી મળી શકે છે છૂટકારો..! રામનવમીએ કરો આ વિશેષ ઉપાયો…

આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેતો