Dharma & Bhakti/ ચૈત્રી નવરાત્રિ વ્રતનું પારણું ક્યારે કરવું…26 માર્ચ કે 27 માર્ચ? જાણો સાચી તારીખ અને વ્રત સમાપનનું શુભ મુહૂર્ત…

ઘણા ભક્તો તો પૂરા નવ દિવસ વ્રત રાખીને છેક દસમા દિવસે એનું સમાપન કરતા હોય છે! તો ચાલો જાણીએ, આ વર્ષે Chaitra Navratri 2026 નું પારણું ક્યારે કરવામાં…

Trending Religious Rashifal Dharma & Bhakti
Chaitra Navratri 2026, કન્યા પૂજન, વ્રતના પારણા, હલવો

Dharm & Bhakti: શાસ્ત્રોક્ત રીતે, પારણું કોઇ પણ વ્રત માટેનું એક મહત્વપૂર્ણ અનુષ્ઠાન ગણાય છે જેને પૂર્ણ વિધિ-વિધાન પૂર્વક કરવું જોઇએ. એવું કહેવાય છે કે, સાચી રીતે કરવામાં આવેલું પારણું એ વ્રતનું પૂર્ણ ફળ પ્રદાન કરે છે. ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri 2026)ના પાવન દિવસો ચાલી રહ્યાં છે અને આ દિવસોમાં અમુક ભક્તજનો વ્રતના પારણા (Vrat Parana) અંગે અસમંજસમાં છે!

ચૈત્ર નવરાત્રિની  19 માર્ચ (Chaitra Navratri 2026, 19 March)થી શરુઆત થઇ ચૂકી છે અને આ પર્વ પૂરા 9 દિવસો સુધી ચાલશે. આને અત્યંત પાવન પર્વ માનવામાં આવે છે અને આ નવ દિવસો દરમિયાન, માતા નવદુર્ગા (Nav Durga)ની ઉપાસના કરવામાં આવે છે.

Chaitra Navratri 2026, કન્યા પૂજન, વ્રતના પારણા, હલવો

ચૈત્ર નવરાત્રિ (Chaitra Navratri 2026)ના પારણા

અહિં સૌપ્રથમ એ જાણવું આવશ્યક છે કે, નવરાત્રિના વ્રતના પારણા ત્રણ પ્રકારે કરવામાં આવે છે.

કોઈ અષ્ટમીના દિવસે કન્યા પૂજન કરે છે અને કોઈ નવમી તિથિએ આ વ્રતનું સમાપન કરે છે.

આ ઉપરાંત, કોઇ-કોઇ ભક્તો તો પૂરા નવ દિવસ વ્રત રાખીને છેક દસમા દિવસે એનું સમાપન કરતા હોય છે! તો ચાલો જાણીએ, આ વર્ષે ચૈત્રી નવરાત્રિનું પારણું ક્યારે કરવામાં આવશે?

Chaitra Navratri 2026, કન્યા પૂજન, વ્રતના પારણા, હલવો

નવરાત્રિના વ્રતના પારણા ક્યારે કરવામાં આવશે?

નવરાત્રિ વ્રતનું પારણું 26 અથવા 27 માર્ચ (26 March & 27 March)ના એમ બંને દિવસે કરી શકાશે. જે લોકો આઠમ કે નોમના દિવસે વ્રતનું સમાપન કરતા હોય એ 26 માર્ચે કન્યા પૂજન પછી પોતાનું વ્રત પૂર્ણ કરીને પારણા કરી શકે છે. અને જે લોકો દશમ તિથિએ વ્રતનું સમાપન કરવા માગતા હોય એ 27 માર્ચના રોજ વ્રતના પારણા કરી શકશે.

નવરાત્રિ વ્રત પારણાનું મુહૂર્ત (Navratri Vrat Parana Muhurat 2026)

જો તમે 26 માર્ચના રોજ વ્રતનું સમાપન કરવા માગતા હો તો કન્યા પૂજન (Kanya Pujan) બાદ ગમે ત્યારે વ્રત ખોલી શકો છો.

27 માર્ચે દશમી તિથિ છે અને એ દિવસે વ્રત સમાપનનો સમય સવારે 10:08 વાગ્યા પછીનો છે.

Chaitra Navratri 2026, કન્યા પૂજન, વ્રતના પારણા, હલવો

નવરાત્રિ વ્રતનું પારણુ કરતા પહેલા હવન પૂજન અવશ્ય કરવું જોઇએ. ત્યારબાદ, કન્યાઓને ઘરે બોલાવીને ભોજન કરવવું. પ્રેમપૂર્વક ભોજન કરાવ્યા પછી એમને સન્માન સહિત દાન-દક્ષિણા આપીને વિદાય કરવી. આ ઉપરાંત, એમના આશીર્વાદ પણ લેવા. પછી માતા દુર્ગાને અર્પણ કરેલા પ્રસાદ (Prasad)ને ખાઇને પોતાનું વ્રત સમાપ્ત કરવું. સામાન્ય રીતે, માતાને હલવો, પૂરી અને ચણાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

અખંડ જ્યોતનું ધ્યાન રાખવું

ચૈત્ર નવરાત્રિમાં જો ઘરમાં અખંડ જ્યોતિ (Akhand Divo) પ્રજ્વલિત કરી હોય તો રાત્રિ દરમિયાન એ પ્રગટેલી રહે એનું વિશેષ ધ્યાન રાખવું જોઇએ. એ સકારાત્મક ઊર્જા અને દેવીની કૃપા જાળવી રાખવા માટેનું પ્રતીક માનવામાં આવે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: આજે ચૈત્ર નવરાત્રિની રાત્રે કરો આ 4 વિશેષ ઉપાય….મા દુર્ગાની કૃપા પ્રાપ્ત કરો..!

આ પણ વાંચો: શારદીય નવરાત્રિ ઉપવાસના પારણા ક્યારે કરવા? જાણીએ તિથિ, પૂજા વિધિ અને શુભ મુહૂર્ત…

આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિમાં માતા દુર્ગાનું આગમન પાલખીમાં….પ્રસ્થાન હાથી પર..જાણો ભાવિ સંકેતો…