Dharm & Bhakti: નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા છે. શારદીય નવરાત્રિ (Shardiya Navratri) આ વર્ષે 10 દિવસ (10 Days)ની છે. આ સંજોગોમાં માતાના જે ભક્તજનો ઉપવાસ કરે છે એમના મનમાં કદાચ મૂંઝવણ હશે કે નવરાત્રિના ઉપવાસના પારણા ક્યારે કરવા જોઇએ? તો ચાલો, જ્યોતિષીય દ્રષ્ટિએ તમારી આ મૂંઝવણનો અંત લાવવામાં આ લેખ તમને સહાયક બની શકે છે.
વર્ષ 2025ના અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા અર્થાત્ એકમ તિથિ થી પ્રારંભ થતા નવરાત્રિના પર્વ નિમિત્તે ઘણા લોકો આ તમામ દિવસ ઉપવાસ રાખે છે. પરંતુ, આ વર્ષે બે દિવસ તૃતિયા તિથિ હોવાને કારણે નવરાત્રિનો તહેવાર નવ નહિં પણ દસ દિવસ સુધી ચાલશે. માતા દુર્ગા, માતા અંબા, માતા જગદંબા (Durga, Amba, Jagdamba) વગેરે માતાજીના અનેક નામો છે પરંતુ, આખરે તો સ્વરુપ એક જ છે! ઘણા ભક્તજનો આ પર્વ દરમિયાન, નવરાત્રિના ઉપવાસ (Navratri Fast) પણ રાખે છે અને માતાની સ્તુતિ તથા આરતી કરીને ગરબે ઘૂમે છે. 22 સપ્ટેમ્બરથી લઇને 2જી ઓક્ટોબર સુધી ચાલનારા આ નવરાત્રિ પર્વમાં કયા દિવસે ઉપવાસના પારણા (Parna) કરવા સૌથી વધુ શુભ રહેશે એ જાણીશું. હિન્દુ સનાતન ધર્મમાં પારણા કર્યા બાદ જ વ્રત-ઉપવાસનું સમાપન થયું ગણાય છે. આ માટે એક પૌરાણિક વિખ્યાત ગ્રંથ નિર્ણય સિન્ધુનો મત શું છે તે જાણીશું.

શું છે નિર્ણયસિન્ધુનો મત?
નિર્ણયસિન્ધુ (Nirnay Sindhu) એક પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ છે જેની મૂળ રુપે સંસ્કૃતમાં રચના કરવામાં આવી હતી. આ ગ્રંથમાં હિન્દુ ધર્મના વિવિધ તહેવારો, વ્રત-ઉપવાસ, ધાર્મિક અનુષ્ઠાનો અને શ્રાદ્ધકર્મ જેવી બાબતો અંગેના નિયમો અને પૂજા વિધિઓ (Rules & Rituals) સમાવિષ્ટ છે. નવરાત્રિના નિયમોનો પણ એમાં સવિસ્તાર ઉલ્લેખ છે. નિર્ણય સિન્ધુમાં દર્શાવેલા એક શ્લોક વિશે જાણીએ. આ શ્લોક છે-
“અથ નવરાત્રપારણનિર્ણય:
સા ચ દશમ્યાં કાર્યા “
અર્થાત્, નવરાત્રિ વ્રતનું પારણું નવમી તિથિ (Navmi Tithi) સમાપ્ત થયા બાદ, દશમી તિથિ (Dashami Tithi)ના દિવસે કરવું શુભ (Shubh) ગણાય છે. આથી, આ શ્લોકને અનુસરીએ તે નોમ પૂર્ણ થયા બાદ જ ઉપવાસના પારણા કરવા જોઇએ.

ઉપવાસના પારણા શી રીતે કરશો?
આમ છતાં, અમુક લોકોમાં આઠમ, નોમ (Atham, Nom) કે દશમ આમ ત્રણમાંથી એક તિથિએ પારણા કરવાનું પ્રચલન છે. જ્યોતિષાચાર્યોના મતે, જો અષ્ટમી, નવમી કે પછી દશમી તિથિએ વ્રત-ઉપવાસનું સમાપન કરવું હોય તો સૌપ્રથમ, માતા નવદુર્ગા (Navdurga) અને એના નવેય સ્વરુપોની વિધિ અનુસાર પૂજા કરીને કોઇ ત્રુટિ રહી ગઇ હોય તો એની ક્ષમાયાચના કરી લેવી.
ત્યારબાદ, થોડા અક્ષત હાથમાં લઇને વ્રતનું સમાપન કરવું અને એ માતાને અર્પિત કરવા. ઉપવાસ ખોલતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવું કે, લસણ કે ડુંગળી (Garlic & Onion)નું સેવન કરીને પારણા ક્યારેય ન કરવા જોઇએ. તમે ખીર (Kheer), ચણા-પુરી કે હલવાનો ભોગ માતાને ધરાવીને પછી પ્રસાદરુપે એ ગ્રહણ કરી શકો છો.

ક્યારે કરશો શારદીય નવરાત્રિના પારણા?
સૌથી શુભ મુહૂર્ત તો દશમી તિથિ અર્થાત્ દશેરા (Dussehra)નું રહેશે. આ ઉપરાંત, તમે અષ્ટમી અથવા નવમી તિથિએ પણ પારણા કરી શકો છો.
દશેરાનું મુહૂર્ત
નવરાત્રિ બાદ, દશમી તિથિએ ઉપવાસના પારણા કરવા સૌથી વધુ શુભ હોય છે. 2 જી ઓક્ટોબર (2 October), ગુરુવારે સવારે 6 વાગીને 15 મિનિટથી પારણાનું મુહૂર્ત પ્રારંભ થશે. આથી આ દિવસે તમે 6:15 બાદ ગમે ત્યારે ઉપવાસના પારણા કરી શકો છો.
મહાનવમીનું મુહૂર્ત
જો તમે નોમના દિવસે પારણા કરવા માગો છો તો 30 મી સપ્ટેમ્બર(30 September), મંગળવારે સાંજે 6 વાગીને 6 મિનિટથી 1 લી ઓક્ટોબર(1 October), બુધવારે સાંજે 7 વાગ્યા સુધી નોમ તિથિ રહેશે. આથી નોમ તિથિના સમાપન બાદ તમે ઉપવાસના પારણા કરી શકો છો.
મહાઅષ્ટમીનું મુહૂર્ત
જો તમે આઠમે કુંવારી કન્યાઓનું પૂજન કરીને ઉપવાસના પારણા કરવા ઇચ્છો છો તો 30 મી સપ્ટેમ્બર, મંગળવારે સાંજે 6 વાગીને 6 મિનિટ સુધી અષ્ટમી તિથિ વિદ્યમાન રહેશે. આથી માતાના આશીર્વાદ લઇને અને પ્રસાદ ધરાવીને આજે આ સમય બાદ ગમે ત્યારે, તમે નવરાત્રિ ઉપવાસના પારણા કરી શકો છો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:હિંમતનગરમાં યોજાયેલ નવરાત્રિ મહોત્સવમાં ટ્રાફિક જામ, આયોજકોની ગંભીર બેદરકારી આવી સામે
આ પણ વાંચો:

