નોટિંઘમ,
નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચમાં ભરતીય ટીમ વિજયથી માત્ર એક વિકેટ દૂર છે.
https://twitter.com/ICC/status/1031755874090377216
ભારત દ્વારા આપવામાં આવેલા ૫૨૨ રનના લક્ષ્યનો પીછો કરતા યજમાન ટીમે ૯ વિકેટ ગુમાવી ૩૧૧ રન બનાવી લીધા છે. બીજી ઇનિંગ્સમાં ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂક ૧૭ રન, જેનિન્ગ્સ ૧૩ રન તેમજ ઓલી પોપ ૧૬ રન બનાવી પેવેલિયનમાં પરત ફર્યા છે. જયારે ઈંગ્લેંડના કેપ્ટન જો રૂટ પણ ૧૩ રન બનાવી આઉટ થયો છે.
યજમાન ટીમે શરૂઆતના ધબડકા બાદ બટલર અને બેન સ્ટોકસની જોડીએ પાંચમી વિકેટ માટે ૧૬૯ રનની ભાગીદારી નોંધાવી હતી. બેન સ્ટોક્સ ૬૨ રન બનાવ્યા હતા, જ્યારે જોસ બટલરે શાનદાર સદી ફટકારતા ૧૦૬ રન બનાવ્યા હતા. હાલમાં આદિલ રાશીદ ૩૦ રન અને એન્ડરશન ૮ રને રમતમાં છે.
ભારત તરફથી જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરતા ૫ વિકેટ, જ્યારે ઇશાંત શર્માએ ૨ વિકેટ ઝડપી હતી.
Alastair Cook and Keaton Jennings survive and the target is under 500! England are 23/0 and need 498 to win.
India are still well on top, and it's been another near-perfect day for them, headlined yet again by Virat Kohli.#ENGvIND SCORE ➡️ https://t.co/3x88SzxNtJ pic.twitter.com/ZqxkuF0eEZ
— ICC (@ICC) August 20, 2018
કેપ્ટન કોહલીએ ફટકારી કેરિયરની ૨૩મી સદી
King Kohli 👑 #ENGvIND #ShotOfTheDay pic.twitter.com/sYYfwPvRpO
— ICC (@ICC) August 20, 2018
ભારતીય ટીમે બીજી ઇનિંગ્સમાં ૭ વિકેટના નુકશાને ૩૫૨ રન બનાવી ડિક્લેર કર્યું હતું. ભારત તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ કારકિર્દીની ૨૩મી સદી ફટકારતા ૧૦૩ રન બનાવ્યા હતા, જયારે ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ ૪૪ રન, શિખર ધવન ૩૬ રન અને મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ૭૨ રન બનાવી આઉટ થયા હતા. ઈંગ્લેંડ તરફથી સ્પિન બોલર આદિલ રાશિદે ૩ વિકેટ જયારે બેન સ્ટોકસે ૨ વિકેટ ઝડપી હતી.
India declare! Virat Kohli calls his men in on 352/7, with a lead of 520 runs. Will they make inroads into England's lineup tonight?#ENGvIND LIVE ➡️ https://t.co/3x88SzPolh pic.twitter.com/USkEQZh3Bh
— ICC (@ICC) August 20, 2018
યજમાન ટીમ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૧૬૧ રનમાં થઇ તંબુભેગી
આ પહેલા ભારતના હાર્દિક પંડ્યાના તરખાટ સામે ઇંગ્લેન્ડની ટીમ પણ પ્રથમ ઇનિંગ્સમાં માત્ર ૧૬૧ રનમાં સમેટાઈ ગઈ હતી.
ઇંગ્લેન્ડ ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂક ૨૯ રન, જેનિન્ગ્સ ૨૨ રન અને કેપ્ટન જો રૂટ ૧૬ રન બનાવી આઉટ થયા છે. જ્યારે જોશ બટલરે સૌથી વધુ ૩૯ રન બનાવ્યા હતા. આ સિવાય યજમાન ટીમનો અન્ય કોઈ બેટ્સમેન ભારતના બોલરો સામે ટકી શક્યા ન હતા.
હાર્દિક પંડ્યાએ ઝડપી ૫ વિકેટ
ભારત તરફથી ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ટેસ્ટ કેરિયરમાં પહેલીવાર ૫ વિકેટ ઝડપી હતી. જયારે ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહએ ૨ – ૨ વિકેટ ઝડપી હતી.
ઈગ્લેન્ડ દ્વારા ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતાર્યા બાદ ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી.ઓપનર બેટસે શિખર ધવન અને કે એલ રાહુલ અનુક્રમે ૩૫ રન અને ૨૩ રન બનાવી ઝડપી બોલર ક્રિસ વોક્સના શિકાર બન્યા હતા. ત્યારબાદ મેદાનમાં આવેલા ચેતેશ્વર પુજારા પણ માત્ર ૧૪ રન બનાવી આઉટ થયો હતો.
પ્રથમ ઇનિગ્સમાં માત્ર ૮૨ રનના સ્કોરે ૩ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન કોહલી અને અજીન્ક્ય રહાનેએ ટીમની કમાન સંભાળી હતી અને ચોથી વિકેટ માટે ૧૫૯ રનની ભાગીદારી નોધાવી હતી. વિરાટ કોહલી માત્ર ૩ રનથી સદી ચુક્યો હતો અને ૯૭ રન બનાવી આઉટ થયો હતો. જયારે કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મમાં ચાલી રહેલા રહાનેએ પણ પોતાની લયમાં આવતા ૮૧ રન તેમજ વૃષભ પંતે ૨૪ રન ફટકાર્યા હતા.
જયારે ઇંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર ક્રિસ વોક્સ, જેમ્સ એન્ડરશન, સ્ટુઅર્ટ બ્રોડે અનુક્રમે ૩-૩ વિકેટ જયારે આદિલ રાશિદે ૧ વિકેટ ઝડપી હતી.
