Lifestyle/ બ્રેડની વધેલી કિનારીઓને રખે ફેંકતા..! આ 5 પ્રકારે આહારમાં કરો ઉપયોગ…જાણો સ્માર્ટ ટિપ્સ..!

Leftover Bread Edges (વધેલી બ્રેડની કિનારીઓ) ને નકામી ગણવાની ભૂલ ના કરશો! એની અવનવી રેસિપીઝ ખાઇને તમારા બાળકો તો રાજીના રેડ થઇ જશે! 

Trending Tips & Tricks Food Lifestyle
Leftover Bread Edges ,વધેલી બ્રેડની કિનારીઓ, પુડિંગ, કટલેટ, બ્રેડરોલ

Lifestyle: બ્રેડનો વપરાશ કરીને એની કિનારીઓને મોટાભાગના લોકો નકામી સમજતા હોય છે પણ એવી ઘણી રેસિપી છે જેને વધેલી બ્રેડની કિનારીઓ (Leftover Bread Edges Recipe) વાપરીને બનાવવામાં આવે છે. એ ક્રિસ્પી હોવા ઉપરાંત, સ્વાદિષ્ટ પણ હોય છે. તો ચાલો જાણીએ કે આ શી રીતે બનાવવી….

બચેલા ખાદ્યપદાર્થોનો અન્ય વાનગીમાં રિયુઝ

ખાવાપીવાની અનેક વસ્તુઓ એવી હોય છે જેને આપણે નકામી ગણીને ફેંકી દેતા હોઇએ છીએ પરંતુ, શું તમને ખબર છે કે આ ખાદ્યપદાર્થોને તમે અન્ય વાનગીમાં યુઝ કરી શકો છો? કુશળ ગૃહિણીમાં કરકસરના ગુણો હોય જ છે અને કામકાજી મહિલા હોય, ગૃહિણી હોય કે પછી બેચલર…તમામ લોકોને કુકિંગ ટિપ્સની જરુર પડતી જ હોય છે જેથી વધેલા ખાદ્યપદાર્થોને રિયુઝ કરી શકાય!

આવી નાના-નાની કરકસરથી ખર્ચમાં પણ ઘણી બચત થતી હોય છે. બ્રેડ તો બધાના ઘરમાં વપરાતી જ હોય છે અને સેન્ડવીચ, બ્રેડરોલ (Sandwich, Bread Roll) કે અન્ય વાનગી બનાવતી વખતે બ્રેડની કિનારને આપણે દૂર કરી દેતા હોઇએ છીએ. આ દૂર કરેલા બ્રેડના ભાગને અનેક રીતે તમે જુદી-જુદી વાનગીમાં ઉપયોગ કરી શકો છો. તો ચાલો, આજે તમને એવી 5 ટિપ્સ આપીશું કે, જેનાથી તમે બાળકોથી લઇને વડીલો સુધી તમામને પસંદ પડે એવા અનેક ક્રિસ્પી ફૂડ (Crispy Food) તૈયાર કરી શકશો….

વધેલી બ્રેડની કિનારીઓનો ઉપયોગ કરવાની 5 ટિપ્સ (Tips for using Leftover Bread Edges)

આ 5 પ્રકારે તમે બચેલી બ્રેડ અથવા એની કિનારીઓને સરસ રીતે યુઝ કરી શકશો અને એમાંથી સ્માર્ટ રીતે બનેલી આ અવનવી વાનગીઓ ખાઇને તમારા પરિવારના લોકો અને ખાસ કરીને બાળકો તો રાજીના રેડ થઇ જશે!

Leftover Bread Edges ,વધેલી બ્રેડની કિનારીઓ, પુડિંગ, કટલેટ, બ્રેડરોલ

1. ભૂકો કરીને ફ્રિઝમાં રાખો

બ્રેડની કાપેલી કિનારીઓનો ઉપયોગ મોટાભાગે બ્રેડક્રમ્બ્સ (Breadcrumbs) બનાવવામાં કરવામાં આવતો હોય છે. એ કટલેટ, બ્રેડરોલ વગેરે બનાવતી વખતે ક્રિસ્પી કરવા માટે યુઝ થાય છે. આ માટે આ બ્રેડની કિનારીઓને સૂકવી દો. તમે થોડા તડકામાં અથવા ઓવનમાં પણ એને સૂકવી શકો છો. જ્યારે એ સુકાઇ જાય ત્યારે એને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને ભૂકો બનાવો અને એક એરટાઇટ ડબામાં ભરીને ફ્રિઝમાં મૂકી દો. લાંબા સમય સુધી આ બ્રેડક્રમ્બ્સ સારા રહેશે અને તમે કબાબ, ટિક્કી, કટલેટ અથવા કોઈપણ સ્નેક્સ (Snacks)ને કુરકુરા બનાવવા માટે વાપરી શકો છો.

Leftover Bread Edges ,વધેલી બ્રેડની કિનારીઓ, પુડિંગ, કટલેટ, બ્રેડરોલ

2. ઉપમા અથવા ચેવડો

બ્રેડની કિનારીઓને વાપરીને ઉપમા અથવા તો ચેવડો (Bread Upama or Bread Chevda) બનાવી શકાય છે. આ માટે એને નાના ટુકડાઓને તેલ, ઘી અથવા બટરમાં હળવા શેકી લો. ત્યારબાદ, રાઈ, મીઠા લીમડાના પાન અને મનપસંદ મસાલા સાથે તમે ઉપમા કે ચેવડો તૈયાર કરી શકો છો અને એને નાસ્તામાં સર્વ કરી શકો.

Leftover Bread Edges ,વધેલી બ્રેડની કિનારીઓ, પુડિંગ, કટલેટ, બ્રેડરોલ

3. વેજ કટલેટ અને કોફતા

વેજ કટલેટ (Veg Cutlet)ને ક્રિસ્પી બનાવવા માટે બ્રેડનો ભૂકો ઉપયોગ લઇ શકાય છે. આ ઉપરાંત, બ્રેડના કોફ્તા (Bread Kofta)બનાવવા માટે પણ એને વાપરી શકાય છે આ માટે, બ્રેડના વધેલા ભાગને પાણી અથવા તો દૂધમાં ભીંજાવીને સારી રીતે નીચોવી લો. એમાં બાફેલા બટાટા, મનપસંદ શાકભાજી અને મસાલા ઉમેરીને કટલેસ અથવા કોફ્તા બનાવી લો. કોફતાને બ્રેડના ભૂકામાં રગદોળીને તળી લો અને કટલેટને પણ એ જ રીતે કોટિંગ કરીને શેલો ફ્રાય કરી લો.

Leftover Bread Edges ,વધેલી બ્રેડની કિનારીઓ, પુડિંગ, કટલેટ, બ્રેડરોલ

4. ક્રિસ્પી બ્રેડ ક્રૂટૉન્સ

બ્રેડની કાપેલી કિનારીઓને નાના-નાના ટુકડામાં કાપી લો. હવે એમાં માખણ, મીઠું, કાળા મરીનો પાવડર અને મિક્સ હર્બ્સ ભેળવીને સારી રીતે કોટિંગ કરી દો. આને તમે શેલો ફ્રાય અથવા તો બેક કરીને મસ્ત ક્રિસ્પી બ્રેડ ક્રૂટૉન્સ (Crispy Bread Croutons) તૈયાર થઇ જશે!

5. બ્રેડ પુડિંગ

આ માટે બચેલી બ્રેડ અથવા એની કિનારીઓને મિક્સરમાં પીસી લેવી. હવે એક પૅનમાં દૂધ ઉકાળો અને દૂધ ઉકળે એટલે એમાં આ વાટેલા ભૂકાને મિક્સ કરી દો. હવે એમાં ખાંડ, ઇલાયચી અને ડ્રાયફ્રુટ્સ ઉમેરીને સારી રીતે પકાવી લો. હવે એ ઘટ્ટ બને એટલે ઠંડુ કરીને બાઉલમાં ભરીને મનપસંદ ટોપિંગથી સજાવીને ઠંડુ કરી લો. આ પુડિંગ (Bread Pudding)ને ગરમ પણ સર્વ કરી શકાય છે પરંતુ એ ઠંડુ વધારે સરસ લાગે છે.


આ પણ વાંચો: શિરામણમાં આરોગો દેશી ઠેચા પનીર…પ્રોટીનથી ભરપૂર…શિલ્પા શેટ્ટીની પસંદ! ફટાફટ રેસિપી…

આ પણ વાંચો: બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ…સ્વાદ અને સ્વાસ્થ્યનું ઉત્તમ કોમ્બિનેશન, નાના-મોટાં સૌની પસંદ રેસિપી..!

આ પણ વાંચો: ઝટપટ બનાવો ચીઝ ગાર્લિક બ્રેડ, આ છે લાજવાબ રેસિપી…