Lifestyle/ બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ…સ્વાદ અને સ્વાસ્થ્યનું ઉત્તમ કોમ્બિનેશન, નાના-મોટાં સૌની પસંદ રેસિપી..!

ઘણા એવું જ માને છે કે, હૅલ્ધી ખોરાક બોરિંગ હોય છે પરંતુ એવું નથી! ઘણા એવા હૅલ્ધી ફુડ્સ છે જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોવાની સાથોસાથ ટેસ્ટી પણ…

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ  એક હૅલ્ધી અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે. બટાટા, બીટ અને બ્રેડક્રમ્સ અથવા ઓટ્સથી બનેલી આ કટલેટ ફાઇબર તથા એનર્જીથી ભરપૂર સ્નૅક છે અને બાળકોના લંચબોક્સ (Lunch Box)માં ભરવા માટે અથવા તો સાંજના નાસ્તા માટે ઉત્તમ રહેશે.

ઘણા એવું જ માને છે કે હૅલ્ધી ખોરાક બોરિંગ હોય છે પરંતુ એવું નથી! ઘણા બધા એવા હૅલ્ધી ફુડ્સ છે જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોવાની સાથોસાથ ટેસ્ટી પણ હોય છે. એવો જ એક નાસ્તો છે બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ (Beet-Bread crumbs Cutlet), જે સ્વાદ અને સંગમનો અનોખો કોમ્બો છે અને બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઇને પસંદ પડશે.

પોષણ અને એનર્જીથી ભરપૂર સ્નૅક

બીટ અને બટાટામાંથી બનેલી આ કટલેટમાં બાઇંડિંગ માટે તમે બ્રેડ ક્રમ્સ અથવા તો ઓટ્સ (Oats) બંનેમાંથી ગમે તે ઉમેરી શકો છો. આ વાનગી પોષક તત્વોથી ભરપૂર છે અને એ ખાવાથી પેટ પણ ભરાય છે. આ નાસ્તો એનર્જી (Energy)થી ભરપૂર છે અને તમે એને બ્રેકફાસ્ટ અથવા ડિનર (Breakfast or Dinner) ગમે તે સ્વરુપમાં માણી શકો છો. સૌથી સુંદર બાબત એ છે કે, એને ખાધા પછી તમને કંઇક ટેસ્ટી અને હૅલ્ધી (Tasty & Healthy) ખાધાનો સંતોષ પ્રાપ્ત થશે. તો આ રંગબેરંગી બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ એકવાર અવશ્ય બનાવી જોજો! તો ચાલો હવે જાણીશું એની રેસિપી વિશે…

બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ શી રીતે બનાવશો?

બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

1 કપ છીણેલું બીટ

1 બાફેલું બટાટું

2 મોટા ચમચા બ્રેડ ક્રમ્સ કે ઓટ્સ

2 ઝીણાં સમારેલાં લીલાં મરચાં

1 ટુકડો છીણેલું આદુ

1/2 ચમચી જીરા પાઉડર

1/2 ચમચી ચાટ મસાલો

મીઠું સ્વાદાનુસાર

શૅલો ફ્રાય કરવા માટે તેલ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક મોટા બાઉલમાં છીણેલું બીટ લો. એમાં બાફીને ઠંડા કરેલા બટાટાને પણ છીણી લો.

2. હવે એમાં બ્રેડ ક્રમ્સ અથવા ઓટ્સ મિક્સ કરો. એમાં જીરાનો ભૂકો, ચાટ મસાલો અને મીઠું (Chat Masala, Salt) વગેરે મસાલા ભેળવી દો.

3. ઝીણાં સમારેલાં મરચાં અને છીણેલું આદુ પણ ભેળવી દો. જો તમે તદ્દન નાના બાળકો (Kids) માટે આ બનાવી રહ્યાં હો તો એને સ્કીપ કરી શકો છો.

4. હવે આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો અને જરુર જણાય તો થોડા વધુ બ્રેડ ક્રમ્સ કે ઓટ્સ ઉમેરવા.

5. હવે આ મિશ્રણના નાના-નાના ગોળા બનાવીને ચપટાં કરી લો અને લંબગોળ કે હાર્ટ શૅપની કટલેટ (Cutlet) તૈયાર કરો.

6. આ તૈયાર કટલેટને બ્રેડ ક્રમ્સ કે ઓટ્સના ભૂકામાં રગદોળી દેવી જેથી ફ્રાય કર્યા પછી એ મસ્ત ક્રિસ્પી બનશે. 5-10 મિનિટ એને સેટ થવા રેફ્રિજરેટરમાં મૂકી દો.

7. હવે એક પૅન લઇને એમાં શૅલો ફ્રાય (Shallow Fry) કરવા જેટલું તેલ ગરમ થવા દો. કટલેટને પૅનમાં ગોઠવીને ધીમા તાપે થવા દો. થોડી મિનિટો બાદ એને પલટાવી લો અને બંને તરફથી ગોલ્ડન ક્રિસ્પી (Crispy) થાય ત્યાં સુધી થવા દો.

8. તૈયાર છે મસ્ત મજાની ગરમાગરમ બટાટા-બીટ-બ્રેડ ક્રમ્સ કટલેટ! તમે એને ફુદીના-મરચાંની ચટણી, કૅચ-અપ (Ketch-up) કે દહીં સાથે સર્વ કરી શકો છો.

નોંધ- બ્રેડ ક્રમ્સ બનાવવા માટે બ્રેડને ટુકડા કરીને મિક્સરમાં નાખવા અને પલ્સ મોડ પર ચલાવીને બ્રેડક્રમ્સ બનાવી લેવા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો: દિવાળીએ ઘરે જ બનાવો ટેસ્ટી-હૅલ્ધી કરારા મગ દાળ સમોસા, ફટાફટ રેસિપી..!