હૈદરાબાદ
સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર જુનિયર એનટીઆરના પિતા નંદમુરી હરિકૃષ્ણા આજે તેલંગાણામાં રોડ અકસ્માતમાં નિધન થયું છે. તેઓ જાણીતા એક્ટર અને TDP નેતા હતા. રોડ અકસ્માતમાં તેઓને ગંભીર ઈજા થઇ હતી. ત્યાર પછી નંદમુરી હરિકૃષ્ણાને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટર તેમને ન બચાવી શક્યા.
#UPDATE: Actor and TDP leader Nandamuri Harikrishna succumbs to his injuries. He met with an accident in Telangana's Nalgonda district, early morning today https://t.co/ix203jyTOi
— ANI (@ANI) August 29, 2018
આજે સવારે નંદમુરી હરિકૃષ્ણાની કારનું તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં એકસીડન્ટ થયું હતું. તેઓ નેલ્લોરથી હૈદરાબાદ પરત આવી રહ્યા હતા. તે દરમિયાન તેમની કારનું એકસીડન્ટ થયું હતું.

નંદમુરીએ તેલુગુ સિનેમામાં ચાઈલ્ડ આર્ટીસ્ટ કામ શરુ કર્યું હતું. તેઓ દિગ્ગજ એક્ટર અને આંધ્રપ્રદેશના પૂર્વ CM નંદમુરી તારક રામા રાવના ચોથા પુત્ર હતા. નંદમુરીના બે લગ્ન થયા હતા. પહેલી પત્નીથી તેમને 2 પુત્રો છે અને પુત્રી છે. બીજી પત્નીથી નંદમુરી હરિકૃષ્ણાએક પુત્ર છે. જે સાઉથ સિનેમાના પોપુલર સ્ટાર જુનિયર એનટીઆર છે.


