Lifestyle: દિવાળીના તહેવારે (Diwali Festival) જ્યારે ઘરે મહેમાનોની આવ-જા વધી જાય છે ત્યારે બધાને કશુંક ટેસ્ટી અને ફટાફટ બને એવો નાસ્તો ખાવા-ખવડાવવાની ઇચ્છા થાય છે. આવા પ્રસંગે મગ દાળ સમોસા (Moong Dal Samosa) એક પરફેક્ટ વિકલ્પ છે, એનો કરારો સ્વાદ અને મસાલેદાર સ્ટફિંગ બધાનું મન જીતી લે છે!

દિવાળી પ્રકાશ અને પ્રેમનો તહેવાર છે અને સૌ કોઇને આ પર્વમાં નવી-નવી વાનગીઓ અને મીઠાઇઓ ખાવાની અને ખવડાવવાની પરંપરા છે. બજારમાં અવનવી મીઠાઇઓ અને નાસ્તા ઉપલબ્ધ હોય છે પરંતુ, ઘરે બનાવેલા નાસ્તા શુદ્ધ અને હૅલ્ધી હોય છે એ વાતમાં શંકાને સહેજે સ્થાન નથી. આ વર્ષે દિવાળીએ તમે તમારા મહેમાનો માટે ક્રિસ્પી અને મસાલેદાર (Crispy & Spicy) મગદાળ સમોસા ટ્રાય કરી શકો છો. આલુ સમોસા તો તમે ઘણી વાર બનાવતા જ હશો પણ મગદાળ સમોસા કદાચ નહિં બનાવ્યા હોય! મગદાળ ટેસ્ટી હોવા ઉપરાંત હૅલ્ધી (Tasty & Healthy) પણ હોય છે! આ સમોસા ખાધા બાદ તમને પેટ ફૂલવાની (Bloating) સમસ્યા નહિં થાય. તો ચાલો આજે અમે તમને મગદાળ સમોસા બનાવવાની રેસિપી (Recipe) વિશે જણાવીશું…
મગદાળ સમોસા શી રીતે બનાવશો?
મગદાળ સમોસા બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

લોટ બાંધવા માટેની સામગ્રી
મેંદો
મીઠું
અજમો
તેલ
પાણી
સ્ટફિંગ સામગ્રી
મગ દાળ
લીલામરચાં
આદુ
વરિયાળી
ધાણાજીરુ
ગરમ મસાલો

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ મગ દાળને સારી રીતે ધોઇને 4-5 કલાક ચોખ્ખા પાણીમાં પલાળી લેવી.
2. એક વાસણમાં મેંદો (Maida) લો. એમાં અજમો, તેલ અને મીઠું (Salt) ઉમેરી લો. હવે આવશ્યકતા અનુસાર પાણી વડે લોટ બાંધી લો. તેને 15 મિનિટ સુધી રેસ્ટ આપો.
3. હવે સ્ટફિંગ (Stuffing) બનાવવા માટે એક કડાઇમાં થોડું તેલ (Oil) ગરમ કરી લો અને એમાં વરિયાળી, આદુ અને લીલા મરચાં નાખીને શેકી લો. ત્યારબાદ એમાં તમામ સૂકા મસાલા ઉમેરો અને જ્યાં સુધી દાળનું પાણી સૂકાઇ ન જાય ત્યાં સુધી હલાવતા રહો. આ સ્ટફિંગને ઠંડુ થવા દો.
4. લોટના નાના લુવા બનાવીને પૂરી જેવા વણી લો અને વચ્ચેથી ચપ્પુ વડે કાપી લો. હવે એને કોન શૅપ આપીને એમાં સ્ટફિંગ ભરી લો અને કિનારીઓને સિલ કરી લો. જરુર જણાય તો થોડું પાણી કે મેંદાની લઇ લગાડીને સિલ કરવા. તમામ સમોસા આ રીતે સારી રીતે બંધ કરીને તૈયાર કરવા જેથી સ્ટફિંગ બહાર નીકળે નહિં.
5. હવે એક કડાઇમાં તેલ ગરમ કરી લો અને તેલ ગરમ થાય એટલે એમાં સમોસાને એક પછી એક ઉમેરો. હવે ગૅસની ફ્લૅમ ધીમી કરી લો અને સમોસાને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
6. આ ગરમાગરમ સમોસાને કોથમીર-ફુદીનાની તીખી ચટણી અને આમલીની ખાટી-મીઠી ચટણી સાથે સર્વ કરો. આની સાથે તમે ચા (Tea) સાથે પણ સર્વ કરી શકો છો. ચા સાથે સમોસાની મજા બેવડી થઇ જશે!
આ પણ વાંચો:સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…
આ પણ વાંચો:ઘરે બનાવો ખસ્તા કરારી આલુ-પ્યાજ કચોરી, આ રેસિપીને ફૉલો કરો…
આ પણ વાંચો:મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…
