Not Set/ પુલવામા એન્કાઉન્ટર: સ્થાનીય લોકોએ પથ્થરબાજી કરી આતંકીઓને ભગાવ્યા, તપાસમાં લાગી સેના

  પુલવામા. જમ્મુ અને કશ્મીરના પુલવામામાં શનિવારે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મુઠભેળ ચાલી હતી. આ મુઠભેળમાં આતંકીઓના ગોળીબારમાં સીઆરપીએફ ના એક જવાન શહીદ થયાની ખબર મળી રહી છે. ત્યાં જ આપને જણાવી દઈએ કે જાણકારી અનુસાર સ્થાનીય લોકોએ એન્કાઉન્ટર વચ્ચે પથ્થરબાજી શરુ કરી દીધી હતી, જેથી આતંકી ફરાર થઇ ગયા હતા. હવે સુરક્ષાબળો તરફથી […]

Top Stories India Trending

 

પુલવામા.

જમ્મુ અને કશ્મીરના પુલવામામાં શનિવારે સવારે સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે મુઠભેળ ચાલી હતી. આ મુઠભેળમાં આતંકીઓના ગોળીબારમાં સીઆરપીએફ ના એક જવાન શહીદ થયાની ખબર મળી રહી છે. ત્યાં જ આપને જણાવી દઈએ કે જાણકારી અનુસાર સ્થાનીય લોકોએ એન્કાઉન્ટર વચ્ચે પથ્થરબાજી શરુ કરી દીધી હતી, જેથી આતંકી ફરાર થઇ ગયા હતા. હવે સુરક્ષાબળો તરફથી આતંકીઓની તપાસ માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.

  • સ્થાનીય લોકોએ પથ્થરબાજી કરીને આતંકીઓને ભગાવ્યા:

મીડિયા રીપોર્ટસ અનુસાર, પુલવામામાં એનકાઉન્ટર સમયે મોઢું સંતાડેલા પથ્થરબાજોએ સુરક્ષાબળો પર પથ્થરબાજી કરી હતી જેથી આતંકીઓ ભાગવામાં સફળ થયા હતા. આપને જણાવી દઈએ કે એનકાઉન્ટરમાં આતંકીઓ પાસેથી હથિયાર પડાવતા સમયે એક જવાન થઇ ગયા છે. ત્યાં જ ફાયરીંગમાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો છે અને 2 મકાન ક્ષતિગ્રસ્ત થયા છે.

  • પરિસ્થિતિ ગંભીર થતા કર્યો ગોળીબાર:

જાણકારી પ્રમાણે, ટાકિયા-વાગમ ક્ષેત્રમાં ત્રણથી ચાર આતંકી ગત રાત્રે આવી પહોંચ્યા હતા. આ વાતને જાન થતા અડધી રાતે સેનાની 55 આરઆર, એસઓજી, અને સીઆરપીએફ નું એક સંયુક્ત દળે ગામની ઘેરાબંધી કરી લીધી હતી. આતંકીઓ દ્વારા સેના તરફ ગ્રેનાઈડ ફેંકી અને ગોળીબાર કાર્ય બાદ સેનાએ પણ એક્શન લીધી હતી. જેથી મુઠભેડ શરુ થઇ ગઈ હતી.