Lifestyle/ સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…

આ સુપર હૅલ્ધી અને ટેસ્ટી નાસ્તો એનર્જીનો ભરપૂર સ્ત્રોત છે અને કેવળ 10 મિનિટમાં રેડી થઇ જાય છે. વળી, બાળકોને ટિફિનમાં આપવાથી એમનું પેટ પણ ભરાશે અને…

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: સવાર-સવારમાં કામકાજની દોડાદોડીમાં સમય ઓછો મળતો હોય છે અને એવામાં ફટાફટ નાસ્તો બની જાય તો એવી રેસિપી (Recipe) ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, બધાની પ્રિય બની જાય છે. આવી જ એક રેસિપી અમે તમારા માટે લઇને આવ્યા છીએ, અને એ છે સોજી, બેસન અને દહીંના અપ્પમ (Semolina-Besan Appam)!

માત્ર દસ કે પંદર મિનિટમાં તૈયાર થનારી આ વાનગી હૅલ્ધી (Healthy) પણ છે અને ટેસ્ટી પણ! એને વધારે સ્વાસ્થ્યવર્ધક બનાવવા માટે તમે એમાં તમારી પસંદની શાકભાજી પણ ઉમેરી શકો છો. આ નાસ્તાને તમે હળવા ડિનર (Dinner) કે બ્રેકફાસ્ટ (Breakfast) તરીકે પણ ગ્રહણ કરી શકો છો. આ સુપર હૅલ્ધી અને ટેસ્ટી (Tasty) નાસ્તો એનર્જીનો ભરપૂર સ્ત્રોત (Energy Source) છે અને કેવળ 10 મિનિટમાં રેડી (10 Minute Recipe) થઇ જાય છે. વળી, બાળકોને ટિફિન (Lunchbox)માં આ વાનગી આપવાથી એમનું પેટ પણ ભરાશે અને એમને પોષણ પણ મળશે. કારણ કે આ તદ્દન ઓછા તેલમાં તૈયાર થઇ જાય છે. આ સોજી-બેસન અપ્પમને શૅલો ફ્રાય (Shallow Fry) કરવાથી એનો સ્વાદ અનેકગણો વધી જાય છે. તો ચાલો હવે આ સુપર હૅલ્ધી રેસિપી બનાવવાની રીત અને એના માટે આવશ્યક સામગ્રી વિશે જાણી લઇએ…

સોજી-બેસન અપ્પમ શી રીતે બનાવશો?

સોજી-બેસન અપ્પમ બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

1 કપ સોજી

1/2 કપ બેસન (ચણાનો લોટ)

1/2 કપ દહીં

1 નંગ ગાજર

1 બટાટું

1 ટમેટું

1 ડુંગળી

2 લીલા મરચાં

1/2 ચમચી હળદર

સ્વાદાનુસાર મીઠું

1 ઇંચ આદુનો ટુકડો

ઝીણી સમારેલી કોથમીર

1/2 ચમચી બેકિંગ સોડા

2-3 ચમચી તેલ

વઘાર માટે

રાઇ, હીંગ, મીઠા લીમડાના પાન, સૂકું લાલ મરચું, સફેદ તલ

સર્વ કરવા માટે

કોપરા-સીંગદાણાની ચટણી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ, 1 કપ સોજી અને 1/2 કપ બેસનને એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો. હવે એમાં અડધો કપ દહીં (Curd) ઉમેરો અને એક ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો. એને ઢાંકીને 10 મિનિટ રેસ્ટ આપો.

2. હવે શાકભાજી (Vegetables) ઉમેરવાની તૈયારી કરો. ગાજર, આદુ અને બટાટાને છોલીને છીણી લો. ટમેટા, ડુંગળી અને લીલા મરચાંને ઝીણા સમારી લો. હવે આ તમામ વસ્તુઓને બેટરમાં મિક્સ કરી લો.

3. હવે આ મિશ્રણમાં હળદર, મીઠું તથા ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. આ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

4. આ તૈયાર મિશ્રણ (Batter)માં અડધી ટી-સ્પૂન બેકિંગ સોડા (Baking Soda) ઉમેરીને સારી રીતે હલાવી લો.

5. હવે અપ્પમ પૅન (Appam Pen)ને તેલ વડે સારી રીતે ગ્રીસ કરી લો અને એના મોલ્ડ્સમાં મિશ્રણને ભરી લો. હવે આ અપ્પમ પૅનને ગૅસ પર ધીમા તાપે કવર કરીને થવા દો.

6. એક તરફ રંધાઇ જાય એટલે અપ્પમને ઉપર થોડું તેલ લગાવીને ઊલટાવી લો. બંને તરફ સારી રીતે સોનેરી કલર આવી જાય એટલે એમને હળવેકથી એક પ્લેટમાં કાઢી લો.

7. હવે એક તાવડીમાં 1 મોટો ચમચો તેલ લઇને એમાં રાઇ, સૂકું લાલ મરચું, સફેદ તલ અને મીઠા લીમડાના પાન ઉમેરી દો. વઘાર તતડે એટલે એમાં તૈયાર અપ્પમ ઉમેરીને હલાવી લો.

8. તૈયાર છે તમારા સુપર ટેસ્ટી અને હૅલ્ધી એવા સોજી-બેસન અપ્પમ! બાળકો એક વાર ખાશે તો એમના એ ફેવરિટ બની જશે અને લંચબોક્સમાં ભરીને આપવાની જીદ કરશે!

9. સોજી-બેસન અપ્પમને તમે કોપરા-સીંગદાણાની ચટણી કે ટમેટા-લસણની ચટણી સાથે સર્વ કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો:રાજમા-રાઇસ ખાઇને બોર થઇ ગયા? તો પ્રસ્તુત છે રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી…