Lifestyle/ ફટાફટ ટેસ્ટી-હૅલ્ધી પાલખ ઇડલી બનાવો, બાળકોને ખવડાવો..ખુશ થઇ જશે!!

સવારનો નાસ્તો હોય કે બાળકોનું લંચ બોક્સ, ઇડલી હોટ-ફેવરિટ છે! બાળકો પાલખ ખાવાથી મોં ફેરવતા હોય છે, પણ ઇડલીમાં પાલખ ઉમેરીને આપશો તો…

Trending Food Health & Fitness Lifestyle

Lifestyle: ઇડલી કોને પસંદ ન હોય! આ એક હળવી અને મજેદાર ડિશ છે જે હૅલ્ધી (Healthy Dish) પણ એટલી જ હોય છે! બાળકો તો એના દિવાના હોય છે. નાસ્તામાં, લંચબોક્સ (Lunch Box)માં કે સાંજના ખાણા (Dinner)માં આ મજેદાર વાનગીને ઓર પણ હૅલ્ધી અને મજેદાર બનાવવા માટે એમાં પાલખનો ટિ્વસ્ટ આપો. આ વડીલો જ નહિં પરંતુ, બાળકોને પણ ખૂબ પસંદ પડશે.

આજની દોડધામભરી જીવનશૈલીમાં લોકોને જમવાનું બનાવવાનો સમય ઘણો જ ઓછો મળતો હોય છે. આથી જ એ એવી રેસિપીની શોધમાં રહેતા હોય છે કે, જે ઝડપથી બની જાય અને સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ માટે પણ લાભકારક હોય. આમ તો ઇડલી દક્ષિણ ભારતીય વાનગી (South Indian Dish) છે પણ સમગ્ર ભારતમાં એના ચાહકોએ એને રોજબરોજના આહારમાં અપનાવી લીધી છે. સવારનો નાસ્તો હોય કે બાળકોનું લંચ બોક્સ, ઇડલી (Idli) હોટ-ફેવરિટ છે! જો તમે ઇડલીની પોષણ વેલ્યૂ (Nutrition Value)ને ઓર વધારવા માગતા હો તો પાલખ ઇડલી એક જબરદસ્ત વિકલ્પ છે. સ્વાદ અને સ્વાસ્થનો સંગમ એટલે પાલખ ઇડલી!

પાલખ (Spinach) એવી ભાજી છે જેમાં આયર્ન, વિટામિન અને મિનરલ્સ (Iron, Vitamins, Minerals) ભરપૂર માત્રામાં હોય છે. આમ જોઇએ તો બાળકો (Kids) પાલખ ખાવાથી મોં ફેરવતા હોય છે, પણ ઇડલીમાં પાલખ ઉમેરીને આપશો તો એ હોંશે-હોંશે ખાશે!

પાલખ ઈડલીના સ્વાસ્થ્ય લાભ (Health Benefits)

1. બાળકોને સરળતાથી પાલખ ખવડાવવાની આસાન રીત છે.

2. એમાં દહીં ઉમેરવાથી પાચન સારી રીતે થાય છે.

3. વજન ધટાડવા માગતા લોકો માટે આ એક હૅલ્ધી અને ઓછા તેલવાળો નાસ્તો છે.

4. એમાં આયર્ન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જેથી શરીરમાં ઊર્જાનું સ્તર જળવાઇ રહે છે.

પાલખ ઇડલી (Palak Idli) બનાવવા માટે તમને આટલી વસ્તુઓ (Ingredients)ની જરુર પડશે.

સામગ્રી

1 કપ સોજી

1 કપ પાલખની પ્યુરી

1 નાનો ટુકડો છીણેલું આદુ

1 બારીક સમારેલું મરચું

સ્વાદાનુસાર મીઠું

1 ચમચી તેલ

1 બારીક સમારેલી ડુંગળી

1 કપ દહીં

1/2 ચમચી ઈનો

બનાવવાની વિધિ

1. તાજી પાલખના પાનને સારી રીતે ધોઇ લેવા. ત્યારબાદ, બ્લેન્ડરમાં નાખીને એની સ્મૂધ પ્યૂરી બનાવી લો.

2. એક બાઉલમાં સોજી (Suji) અને દહીં (Curd)ને મિક્સ કરી લેવા. 10 થી 15 મિનિટ સુધી રાખી મૂકવા. આમ કરવાથી સોજી સારી રીતે ફૂલી જશે.

3. હવે એમાં પાલખ પ્યૂરી (Spinach Puree)ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. સ્વાદાનુસાર મીઠું મિક્સ કરવું.

4. આ મિશ્રણમાં તમે મનચાહી શાકભાજી જેવી કે ગાજર, કેપ્સિકમ વગેરેને ઝીણા સમારીને મિક્સ કરી શકો છો. બારીક સમારેલી ડુંગળી, લીલા મરચાં અને છીણેલું આદુ એમાં અવશ્ય મિક્સ કરવું.

5. હવે સ્ટીમરમાં પાણી ઉકાળવા મૂકી દેવું. પાણી ઉકળે એટલે આગળની વિધિ કરવી.

6. હવે આ બૅટરમાં ઈનો (Eno) મિક્સ કરો. ઉપર એક ચમચી પાણી ઉમેરીને સારી રીતે ફેંટી લેવું. બૅટરની કન્સિસ્ટન્સી (Batter Consistency) ઈડલીના બૅટર જેવી હોવી જોઇએ.

6. ઇડલીના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી લો અને એમાં આ મિશ્રણ ભરી લો. સ્ટીમરમાં 12 થી 15 મિનિટ સુધી ઇડલીને પકાવી લો.

7. ઇડલી થોડી ઠંડી થાય એટલા ચમચી વડે એને પ્લેટમાં કાઢી લેવી.

તમારી મજેદાર અને હૅલ્ધી પાલખ-ઇડલી તૈયાર છે! એને નારિયેળની ચટણી, સાંભાર કે લસણ-ટમેટાની ચટણી જોડે સર્વ કરવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!

આ પણ વાંચો:રાજમા-રાઇસ ખાઇને બોર થઇ ગયા? તો પ્રસ્તુત છે રાજમા પરોઠાની અફલાતૂન રેસિપી…