Ahmedabad News/ નિકોલ રિંગરોડ પર રૂપિયા 6 લાખના તોડની ઘટના

પોલીસ કમિશનરને ફરિયાદ કરાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદના નિકોલ રિગરોડ પર 6 લાખ રૂપિયાના તોડની ઘટના સામે આવી છે. જેમાં દાસ્તાન સર્કલ પાસે મુંબઈના કારચાલક તોડનો ભોગ બન્યો હતો.દરમિયાન પોલીસે ગાડી રોકી તપાસ કરતા કંઈ મળ્યું ન હતું. આથી પોલીસે મોબાઈલ ચેક કર્યા હતા. જોકે મોબાઇલ માંથી પણ કઈ ના મળતા પોલીસે દબાણ ચાલુ કર્યું હતું.

જેમાં પોલીસે મોબાઈલમાં ક્રિકેટ સટ્ટાની આઈડી છે કહી કેસ કરવાની ધમકી આપી હતી. આથી ડરી ગયેલા કાર ચાલકને કેસ ના કરવો હોય તો 20 લાખ આપવા પડશે, એમ કહ્યું હતું. જેમાં મુંબઈના કાર ચાલકે ગભરાઈને રકઝક બાદ 6 લાખ આપવાનું નક્કી કર્યું હતું.

ફરિયાદી વજેરામ ગુર્જર અને દિનેશ ગુર્જરે પોલીસને એક લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. આ ઉપરાત 4.88 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. દરમિયાન એક મહિના બાદ પોલીસ કમિશનરને ફરિયાદ કરાતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં પોલીસે તપાસ કરતા ચાર પોલીસ કર્મચારી હોવાની વિગત બહાર આવતા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહીસાગરનાં લુણાવાડામાં આમચૂરનો ભાવ ગગડ્યો, ખેડૂતોને રડવાનો વારો આવ્યો

આ પણ વાંચો:મહીસાગરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવા જતાં શિક્ષકનું મોત

આ પણ વાંચો:મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા