Mahisagar News : રાજ્યમાં એક બાદ એક ડુપ્લીકેટોની ભરમાર જોવા મળી રહી છે ત્યારે મહીસાગર જિલ્લામાં ડુપ્લિકેટ શિક્ષિકા શાળામાં ભણાવતા જોવા મળ્યા હતા. શિક્ષકો વિદેશમાં હોવાના, શિક્ષકો પોન્ઝી સ્કિમમાં સંડોવાયેલા હોવાના બનાવો સામે આવેલા જ છે. જેમાં શિક્ષકો ગેરહાજર રહેવાના એક બનાવમાં શિક્ષકના સ્થાને અન્ય મહિલા શિક્ષિકા બનીને વિદ્યાર્થીઓને ભણાવતી હોવાનું સામે આવ્યું છે.
નવાઈની વાત એ છે કે રાજ્યના શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના જિલ્લામાં જ ભૂતિયા શિક્ષિકા સામે આવ્યા છે. લુણાવાડા તાલુકાની તણછીયા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકના સ્થાને અન્ય એક મહિલા શિક્ષિકા ભણાવી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
છેલ્લા બે વર્ષથી આ ચાલી રહ્યું હોવાની પ્રાથમિકમાહિતી પણ બહાર આવી છે. જેમાં મુખ્ય શિક્ષક મુકેશ પટેલ ની જગ્યા પર અન્ય મહિલા જીનલ પટેલ ફરજ બજાવે છે.
આ પણ વાંચો:કપાસના વાવેતર પહેલા અને વાવેતર સમયે રોગ અને જીવાતનો સામનો કેવી રીતે કરવો?
આ પણ વાંચો:નવા માર્કેટિંગ યાર્ડ કપાસના ગ્રાઉન્ડમાં શ્રીનાથગઢના વૃદ્ધા પર લોડર ફરી વળતા મોત નીપજ્યું
આ પણ વાંચો:કપાસના ભાવમાં આગ ઝરતી તેજી ,માર્કેટિંગ યાર્ડમાં એક મણના ભાવ ઐતિહાસિક રૂ. 2200 બોલાયા
