26 ડિસેમ્બર 2019 ના ગુરુવારે કંકણાકૃતિ સૂર્યગ્રહણ હોવાથી સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી માતાનું મંદિર બંધ રહેશે.આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સૂર્યગ્રહણના કારણે ધાર્મિક પ્રક્રિયાઓને પૂજા પાઠ ઉપર વેધ લાગવાથી વિવિધ અસર થતી હોવાથી યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિરમાં પૂજાવિધિની કામગીરીમાં ફેરફાર કરાયો છે.
આ સુર્યગ્રહણ પૂર્વ આફ્રિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, હિન્દ મહાસાગર તથા ભારતમાં દેખાશે જેથી વેધ અમાસના આગલા દિવસ એટલે કે આવતી કાલે 25 ડિસેમ્બરે સાંજ પછી લાગતો હોવાથી મંદિર 25 ડિસેમ્બરના રાત્રીના 8.00 કલાક બાદ બંધ થઇ તારીખ 26 ડિસેમ્બર 2019ના બપોરે 1 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે દર્શન સંપૂર્ણ બંધ રહેશે.
અમાસની સવારની આરતી જે 7.30 કલાકે કરવામાં આવે છે તે બપોરે 1થી 1.30 કલાક સુધી યોજાશે. જ્યારે બપોરે દર્શન 1.30 થી 4.15 સુધીનો રહેશે. જ્યારે બાકીનો સમય રાબેતા મુજબ રાખવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
