નવી દિલ્હી,
બિહારના બહુચર્ચિત એવા મુઝફ્ફરપુર અને ત્યારબાદ યુપીના દેવરિયામાં પણ સામે આવેલા કથિત શેલ્ટર હોમ યૌન શોષણ મામલે દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે, સાથે સાથે રાજકારણમાં પણ ઘણો ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી અને RSS પર નિશાન સાધ્યું છે.
દિલ્હીના તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત “મહિલા અધિકાર સંમેલન”ને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું, “RSSમાં એક પણ મહિલા નથી, કારણ કે આ સંગઠનના દરવાજા મહિલાઓ માટે બંધ છે”.
આ દરમિયાન રાહુલ ગાંધીએ બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડનો મુદ્દ્દો પણ ઉઠાવ્યો અને આ મામલે પીએમ મોદીની ચુપકીદી અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. સાથે સાથે તેઓએ યુપીની ઘટનાનો ઉલ્લેખ કરતા તેઓએ એ પણ કહ્યું કે, “બીજેપીના MLAથી છોકરીઓને બચાવવાની છે”.
પીએમ મોદી અને RSS પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઘણા મુદ્દાઓ પર બોલે છે, પરંતુ બળાત્કારની ઘટનાઓ અંગે ચુપ રહે છે.
The PM doesn't say anything on the incidents of rape. What happened against women in these four years is something which didn't happen even in last 70 years: Congress President Rahul Gandhi at Mahila Adhikar Sammelan #Delhi pic.twitter.com/oAZ0SgK9Bz
— ANI (@ANI) August 7, 2018
જે મોદી સરકારે ૪ વર્ષમાં મહિલાઓ વિરુધ કર્યું છે, તે ૭૦ વર્ષને છોડો, આ દેશમાં ૩૦૦૦ વર્ષમાં પણ થયું નથી.
સરકાર બેટી બચાવો, બેટી પઢાવોની વાત કરે છે, પરંતુ વર્તમાન સમય જોતા સમજી શકાતું નથી કે છોકરીઓને કેવી રીતે બચાવી શકાય.
The daughters need to be saved from BJP MLAs: Congress President Rahul Gandhi at at Mahila Adhikar Sammelan #Delhi pic.twitter.com/1DhVNUufaU
— ANI (@ANI) August 7, 2018
આજે દેશમાં એ સમય છે જયારે લોકો બીજેપીના ધારાસભ્યોથી પોતાની છોકરીઓની સુરક્ષા કરવા માટે મજબૂર છે.
દેશભરમાં છોકરીઓ વચ્ચે અસુરક્ષાનો ભાવ પેદા થઇ ચુક્યો છે.
નરેન્દ્ર મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચાર, નિષ્ફળતા, અક્ષમતા અને સામાજિક ભેદભાવ ચરમસીમાએ છે.
ઉત્તરપ્રદેશમાં ભાજપના MLA રેપ કરે છે અને BJPના અધ્યક્ષ કે પ્રધાનમંત્રી એક પણ શબ્દ બોલતા નથી.
તેઓ માત્ર મોટી મોટી વાતો કરે છે.
They talk a lot but Women's Reservation Bill is long pending. Congress told them clearly that the entire party will stand by them the day they decide to pass it.But PM doesn't say anything.Theysaid 'Beti Bachao Beti Padhao'. Hamein nahi samajh aya beti kisse bachani thi: R Gandhi pic.twitter.com/ltyVnBNYyh
— ANI (@ANI) August 7, 2018
કોંગ્રેસ પાર્ટી ગૃહમાં મહિલા આરક્ષણનું ખુલ્લું સમર્થન કરે છે.
The ideology of BJP & RSS is that only the men will run this country & if it is anywhere that the women belong, it is at the back: Congress President Rahul Gandhi at Mahila Adhikar Sammelan #Delhi pic.twitter.com/480484O516
— ANI (@ANI) August 7, 2018
દેશમાં મહિલાઓની ૫૦ ટકા વસ્તી છે ત્યારે પણ આ સંગઠનમાં પણ તેઓને ૫૦ ટકા જેટલી જગ્યા મળવી જોઈએ. અમારું લક્ષ્ય મહિલાઓને તમામ લેવલે લીડરશીપમાં શામેલ કરવાનો છે.
