Not Set/ ઓવલ ટેસ્ટમાં ૯૭ વર્ષ જૂનો આ વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે રાહુલ

ઓવલ, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ ટેસ્ટમાં ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ પાસે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવાનો મૌકો છે. https://twitter.com/KarikadaiBoy/status/1038419789687877634 અત્યારસુધીમાં રમાયેલી ચાર ટેસ્ટમાં સદંતર રીતે ફ્લોપ રહેલા કે એલ રાહુલ પોતાની ફિલ્ડીંગ દ્વારા એક ૯૭ વર્ષ જૂનો રેકોર્ડ […]

Trending Sports

ઓવલ,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ ઓવલના ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ ટેસ્ટમાં ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ પાસે એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરવાનો મૌકો છે.

https://twitter.com/KarikadaiBoy/status/1038419789687877634

અત્યારસુધીમાં રમાયેલી ચાર ટેસ્ટમાં સદંતર રીતે ફ્લોપ રહેલા કે એલ રાહુલ પોતાની ફિલ્ડીંગ દ્વારા એક ૯૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડીને એક રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. ઓવલ ટેસ્ટમાં રાહુલે યજમાન ટીમની પ્રથમ ઇનિંગ્સમાં બ્રોડનો કેચ પકડવાની સાથે જ આ સિરીઝમાં કુલ ૧૩ કેચ પકડ્યા છે.

રાહુલે કરી પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી

sports-k l-rahul-oval-test-matches-fielding-world records-most-catches-test-series

આ સાથે જ રાહુલે એક ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ કેચ પકડવાના મામલે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ પહેલા રાહુલ દ્રવિડે ૨૦૦૪માં ઓસ્ટેલિયા સામેની શ્રેણીમાં ૧૩ કેચ પકડ્યા હતા.

૯૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે રાહુલ

sports-k l-rahul-oval-test-matches-fielding-world records-most-catches-test-series

એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ કેચ પકડવાના રેકોર્ડની વાત કરવામાં આવે તો, આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જેક ગ્રેગરીના નામે છે. તેઓએ ૧૯૨૦-૨૧માં એશિઝ સિરીઝ દરમિયાન ઈંગ્લેંડ સામે કુલ ૧૫ કેચ પકડ્યા હતા, ત્યારે હવે રાહુલ પાસે ૯૭ વર્ષ જુના રેકોર્ડને તોડવાથી ખુબ જ નજીક છે.

આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટની સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ ભારતના રાહુલ દ્રવિડના નામે છે. દ્રવિડે  ટેસ્ટ મેચમાં કેચ પકડ્યા હતા. ત્યારબાદ બીજા સ્થાને શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્ધને આવે છે, જેઓએ ૧૪૯ મેચમાં ૨૦૫ કેચ લપક્યા હતા.