BBL 2022/ જીત બાદ પર્થ સ્કોચર્સની ટીમનું લોહીયાળ Celebration, જુઓ Video

પર્થ સ્કોર્ચર્સે સૌથી વધુ વખત બિગ બેશ લીગ 2022નું ટાઇટલ જીત્યું છે. પર્થ સ્કોર્ચર્સનું આ ચોથું ટાઈટલ હતું. ટાઈટલ જીત્યા બાદ પર્થ સ્કોર્ચર્સનાં ખેલાડીઓનું સેલિબ્રેશન જોવા જેવું હતું.

Sports

પર્થ સ્કોર્ચર્સે સૌથી વધુ વખત બિગ બેશ લીગ 2022નું ટાઇટલ જીત્યું છે. પર્થ સ્કોર્ચર્સનું આ ચોથું ટાઈટલ હતું. ટાઈટલ જીત્યા બાદ પર્થ સ્કોર્ચર્સનાં ખેલાડીઓનું સેલિબ્રેશન જોવા જેવું હતું. પર્થે ફાઇનલમાં સિડની સિક્સર્સને 79 રનથી હરાવીને જીતની ખરાબ ઉજવણી કરી હતી. ટીમનું સેલિબ્રેશન એટલું ખતરનાક હતું કે ફાસ્ટ બોલર ઝાય રિચર્ડસન ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેનો ચહેરો લોહીથી લથપથ થઈ ગયો હતો.

આ પણ વાંચો – પુષ્પા ફિલ્મ ક્રેઝ / ટીમ ઈન્ડિયાનાં ઓલરાઉન્ડરે તેના નાની સાથે કર્યો પુષ્પા ફિલ્મનો સિગ્નેચર સ્ટેપ, Video

રિચર્ડસનની ઈજાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઉજવણી દરમિયાન, રિચર્ડસનને તેના નાક પર ખભાથી ઈજા થઇ અને તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું. જો કે આ પછી પણ તે હસતો જોવા મળ્યો હતો. મેચ પછી, બીબીલે તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો, જેમાં રિચર્ડસન લોહીથી લથપથ હોવા છતાં પણ હસતો જોવા મળે છે. BBL એ ફોટાની સાથેનાં કેપ્શનમાં લખ્યું છે કે, આનાથી ખતરનાક ઉજવણી મનાવવા જેવી કોઇ વસ્તુ હોત. પર્થ માટે 76 રન બનાવનાર લૌરી એવાન્સને પ્લેયર ઓફ ધ મેચ જ્યારે ઓપનર બેન મેકડર્મોટ પ્લેયર ઓફ ધ સીરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. BBL 2021-22 ની ફાઇનલ મેચ વિશે વાત કરતા, સિડની સિક્સર્સનાં કેપ્ટન મોઇસેસ હેનરિક્સે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. આવી સ્થિતિમાં પર્થ સ્કોર્ચર્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં લૌરી ઈવાન્સનાં અણનમ 76 અને કેપ્ટન એશ્ટન ટર્નરનાં 54 રનનાં આધારે ટીમે 6 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. સિડની સિક્સર્સ ટીમ તરફથી નાથન લિયોન અને સ્ટીવ ઓ’કીફે બે-બે વિકેટ લીધી હતી.

https://www.instagram.com/p/CZSiyuLNaM6/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – U19 World Cup / બાંગ્લાદેશ સામેનાં મુકાબલામાં ભારત પાસે આજે હિસાબ બરાબર કરવાની તક

વળી, 172 રનનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સિડની સિક્સર્સની ટીમ 16.2 ઓવરમાં 92 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને 79 રનથી મેચ હારી ગઈ હતી અને સાથે જ ટીમે ટાઈટલ ગુમાવ્યું હતું. સિડની પાસે સતત ત્રીજું ટાઇટલ જીતીને હેટ્રિક ફટકારવાની તક હતી, પરંતુ આ તક ટીમે ગુમાવી દીધી હતી. પર્થ સ્કોચર્સ તરફથી એન્ડ્રુ ટાયએ 3 વિકેટ ઝડપી હતી જ્યારે ઝાય રિચર્ડસનને 2 વિકેટ મળી હતી. જેસન બેહરનડોર્ફ, એશ્ટન ટર્નર, પીટર હેટઝોગ્લુ અને એશ્ટન એગરને એક-એક સફળતા મળી.