Not Set/ ફિલ્મ ‘લૈલા-મજનુ’ ટ્રેલર થયું રિલીઝ, જુઓ વીડીયો

મુંબઈ પ્રેમની સૌથી સુંદર વાર્તાઓ પૈકીની એક છે. ‘લૈલા-મજનુ‘ની સ્ટોરી  અને આ સ્ટોરીને ફરી એકવાર મોટી સ્ક્રીન પર ઇમ્તિયાઝ અલી લઈને આવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં, ‘ લૈલા મજનુ’ ને એક નવા જ અંદાજ રજૂ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ કાશ્મીરની વાદિયોમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મથી તૃપ્તિ ડિમરી, […]

Trending Entertainment Videos

મુંબઈ

પ્રેમની સૌથી સુંદર વાર્તાઓ પૈકીની એક છે. ‘લૈલા-મજનુ‘ની સ્ટોરી  અને આ સ્ટોરીને ફરી એકવાર મોટી સ્ક્રીન પર ઇમ્તિયાઝ અલી લઈને આવી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર મંગળવારે રિલિઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં, ‘ લૈલા મજનુ’ ને એક નવા જ અંદાજ રજૂ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ કાશ્મીરની વાદિયોમાં કરવામાં આવ્યું છે.

આ ફિલ્મથી તૃપ્તિ ડિમરી, મીર સરવાર અને અવિનાશ તિવારી ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મ સાજિદ અલી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. ઇમ્તિયાઝ અલીની ફિલ્મ એકતા કપૂર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.

કાશ્મીરની સુંદર વાદિયો અને તેની પાછળના કાળા સત્ય પણ ઉજાગર કરવામાં આવ્યું છે. જણાવીએ કે, ‘ લૈલા મજનુ’ ફિલ્મનો પ્રથમ લૂક વેલેન્ટાઇન ડે પર રજૂ કરવામાં આવ્યો હતો. રિલીઝ ટીઝરમાં, ઇમ્તિયાઝ અલીએ ફિલ્મ સાથે સંબંધિત વાર્તા શેર કરી હતી.

જુઓ વીડીયો..

ઇન્સ્ટાગ્રામ પર, ઇમ્તિયાઝે ટીઝર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “પ્યારમા પાગલ ..” અમે હંમેશા પ્યારમાં એ શોધીએ છીએ કે આમાં શું ગાંડપણ હોઈ શકે છે. ‘લૈલા મજનુ’  એવા જ છે. આ મારા અને ફિલ્મ લેખક અને દિગ્દર્શક સાજિદ અલી દ્વારા આ પ્રખ્યાત પ્રેમ કથા વિશે એક નવું પગલું છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર, 2018 ના રોજ રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મની આતુરતાથી દર્શકોની રાહ જોઈ રહ્યા છે, કારણ કે ઇમ્તિયાઝ અલીએ ઘણી મહાન લવ સ્ટોરી ‘જબ વી મેટ’, ‘તમશા’, ‘રોકસ્ટાર’ જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે.