Not Set/ પોતાના સ્થાન ઉપર ભારતના કોઈ ક્રિકેટરની પસંદગી કરવાની હશે તો આ નામ હશે સૌથી આગળ : રાહુલ દ્રવિડ

નવી દિલ્હી, ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને “ધ વોલ” તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડે ભારતીય ટીમમાં પોતાના સ્થાન માટે અન્ય ક્રિકેટરની પસંદગીને લઇ મહત્વનું નિવેદન આપ્યું છે. એક ઇન્ટરવ્યુમાં ભારતીય અન્ડર-૧૯ ટીમના કોચે જણાવ્યું હતું કે, “જો તેઓ ટીમમાં પોતાના બેટિંગ ક્રમ અંગે હંમેશા માટે કોઈ બેટ્સમેનની પસંદગી કરશે તો આ માટે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું […]

Trending Sports

નવી દિલ્હી,

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને “ધ વોલ” તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડે ભારતીય ટીમમાં પોતાના સ્થાન માટે અન્ય ક્રિકેટરની પસંદગીને લઇ મહત્વનું નિવેદન આપ્યું છે.

એક ઇન્ટરવ્યુમાં ભારતીય અન્ડર-૧૯ ટીમના કોચે જણાવ્યું હતું કે, “જો તેઓ ટીમમાં પોતાના બેટિંગ ક્રમ અંગે હંમેશા માટે કોઈ બેટ્સમેનની પસંદગી કરશે તો આ માટે દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનું નામ સૌથી આગળ હશે”

દ્રવિડે જણાવ્યું હતું કે, “હું એ જેટલા ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યો છું, જેમાં સચિન સર્વશ્રેષ્ઠ છે અને હું સચિનની જ પસંદગી કરીશ”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના ધ વોલ કહેવાતા રાહુલ દ્રવિડે પોતાના કેરિયર દરમિયાન ૩ નંબરે બેટિંગ કર્યું છે. આ ઉપરાંત દ્રવિડ અને સચિન તેંડુલકરે અંદાજે ૧૦ વર્ષ સુધી એકસાથે ક્રિકેટ રમ્યા છે.

હાલમાં જ ICC દ્વારા “હોલ ઓફ ફેમ” શામેલ થનારા રાહુલ દ્રવિડે સ્લેજિંગ અંગે જણાવ્યું, “પોતાના કેરિયરમાં સૌથી મજાકભર્યું સ્લેજિંગ માટે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ સૌથી આગળ છે”.

તેઓએ ૨૦૦૧માં રમાયેલી ઈડન ગાર્ડન ખાતે રમાયેલી ટેસ્ટ મેચ અંગે જણાવતા તેઓએ કહ્યું, “કોલકાતા હું જયારે બેટિંગ કરવા માટે આવ્યો હતો ત્યારે મને યાદ આવ્યું હતું કે, હું પ્રથમ ટેસ્ટ મેચમાં નંબર ત્રણ પર બેટિંગ કરવા માટે ગયો હતો, પરંતુ કોલકાતાનું ત્રીજી ઇનિંગ્સમાં હું નંબર-૬ પર હતો”.

આફ્રિકન બોલર રબાડા સામે રમવાનું વધુ પસંદ કરશે
તેઓએ વધુમાં કહ્યું, “હાલના સમયમાં તેઓ જો ક્રિકેટ રમતા હોત તો દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાનો સામનો કરવાનો વધુ પસંદ કરશે. જયારે કોઈ ભારતીય ક્રિકેટ ટીમના બોલરની વાત કરીએ તો નવા બોલથી ભુવનેશ્વર કુમારનો સામનો કરવો સૌથી મોટો પડકાર હશે”.