Lifestyle/ નાસ્તામાં બનાવો ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…વજન પણ નહિં વધે અને સ્વાદ પણ સંતોષાશે…હૅલ્ધી રેસિપી..!

ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…આ હૅલ્ધી રેસિપી ‘વેટ લોસ જર્ની’માં સહાયક સિદ્ધ થાય છે. બ્રેકફાસ્ટમાં ખાવાથી તમારા માટે ‘એક કાંકરે બે પક્ષી’ જેવું લક્ષ્ય સિદ્ધ થશે..!

Food Health & Fitness Trending Lifestyle
ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા, હૅલ્ધી, રેસિપી

Lifestyle: ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા એક ઓછી જાણીતી વાનગી છે. જો તમે ‘વેટ લોસ જર્ની’માં જોડાયા હો અર્થાત્ વજન ઓછું કરવા માગતા હો તો બ્રેકફાસ્ટ (Breakfast)માં આ હૅલ્ધી વાનગી (Oats and beetroot dosa) બનાવીને અવશ્ય ખાઇ શકો છો જેથી તમારા માટે ‘એક કાંકરે બે પક્ષી’ જેવું લક્ષ્ય સિદ્ધ થશે..! સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનો સંગમ એવી આ જુદી ભાતની રેસિપીને એકવાર અવશ્ય બનાવી જો જો!

વેટ લોસ જર્નીમાં સહાયક વાનગી

વજન ઘટાડવા માટે ઓટ્સ- ઓટ્સને પોષણનું પાવરહાઉસ કહેવામાં આવે છે. ઓટ્સ તમારા એકંદર સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. ઓટ્સ ખાવાથી શરીરને કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ મળે છે, જેનાથી તમે દિવસભર એક્ટિવ અનુભવો છો અને શરીરને એનર્જી મળે છે. ઉચ્ચ ફાઇબરયુક્ત ખોરાક હોવાને કારણે, ઓટ્સ વજન ઘટાડવામાં મદદ કરે છે, હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે, કોલેસ્ટ્રોલ અને બ્લડ શુગર ઘટાડે છે.

ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા, હૅલ્ધી, રેસિપી

 

જે લોકો ખરેખર વજન ઓછું કરવા માગતા હોય (Weight loss journey) એમણે સર્વપ્રથમ તો પોતાની ખાણી-પીણીને કંટ્રોલ કરવી જરુરી છે. પરંતુ, કેવળ સાદું અને હૅલ્ધી ખાઇ-ખાઇને ઘણીવાર ઉબાઇ જવાતું હોય છે! એવું તો કોણ હોય જેમને સ્વાદિષ્ટ આહારની ઇચ્છા ન હોય? જો તમે કંઇક એવું શોધી રહ્યાં હો કે જે ટેસ્ટી અને હૅલ્ધી બંને હોય તો તમારા માટે આ રેસિપી (Tasty & Healthy Recipe) બેસ્ટ ઓપ્શન છે.આને ખાવાથી તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે અને તમારી સ્વાદેન્દ્રિયો પણ સંતોષાશે! આવા એક ઢોસામાં આશરે 150 થી 200 જેટલી કેલરી હોય છે. આથી વજન વધવાની ચિંતા કર્યા વિના મન ભરીને ખાવા માટે તમારે ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા ચોક્કસ ખાવા જોઇએ.

ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા…ટેસ્ટી અને હૅલ્ધી રેસિપી

ઓટ્સ અને બીટરૂટ ના ઢોસામાં ફાઇબર (Fiber) વધારે માત્રામાં હોય છે, પ્રોટીન (Protein) મધ્યમ માત્રામાં અને ફેટ (Fat) ઓછી હોય છે. વજન ઘટાડવામાં આનાથી મદદ મળે છે. આ નાસ્તો ખાવાથી પેટ પણ લાંબો સમય ભરેલું મહેસૂસ થાય છે. આ ઉપરાંત, માંસપેશીઓની યોગ્ય જાળવણી અને વિકાસમાં પણ મદદ મળે છે. આમ જોઇએ તો ઢોસા એક દક્ષિણ ભારતીય વાનગી છે જે નાના-મોટા સૌને પ્રિય હોય છે. આ ઉપરાંત, વજન ઘટાડવાની ઇચ્છા ઘટાડવાના ઇચ્છુક વ્યક્તિઓ માટે તો આ એક બહેતર ઓપ્શન છે. પારંપરિક સ્વાદ વાળી આ વાનગીમાં હૅલ્ધી ઓટ્સ અને બીટરુટના ફાયદા પણ સામેલ છે. તો ચાલો જોઇએ, આ અનોખી ભાતની રેસિપી બનાવવાની સામગ્રી અને વિધિ અંગે વિસ્તૃત રીતે…

શી રીતે બનાવશો ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા?

ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients) આવશ્યકતા રહેશે.

ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા, હૅલ્ધી, રેસિપી

 

સામગ્રી

1 કપ ઓટ્સ

1 નંગ બીટ રુટ

1/4 કપ ચોખાનો લોટ

1/4 કપ સોજી

1/2 કપ ઝીણી સમારેલી નાની ડુંગળી

1/2 કપ દહીં

1 થી 2 લીલા મરચા

1/2 ચમચી જીરું

1 ચપટી હીંગ

સ્વાદાનુસાર મીઠું

જરુર મુજબ પાણી

શેકવા માટે તેલ

ઓટ્સ અને બીટરૂટ ના ઢોસા, હૅલ્ધી, રેસિપી

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ, ઓટ્સ (Oats)ને પાણીમાં લગભગ 15-20 મિનિટ સુધી પલાળી રાખવા. આ પછી એને ચારણીમાં કાઢી લો.

2. બીટ રુટ (Beetroot) ને ધોઇને છોલી લો. ત્યારબાદ તેના ટુકડા કરીને ઉકાળી લો.

3. હવે બાફેલું બીટ રુટ, લીલા મરચાં અને તમને પસંદ હોય તો આદુ સમારીને એની પેસ્ટ બનાવી લો. જરુર જણાય તો એક-બે ચમચી પાણી ઉમેરવું.

4. હવે મિક્સરમાં ચોખાનો લોટ (Rice Flour), સોજી અને દહીં (Curd)ની સાથે બીટરુટની પેસ્ટ ઉમેરીને સ્મૂધ બેટર બને ત્યાં સુધી બ્લેન્ડ કરી લેવું.

5. આ મિશ્રણમાં આવશ્યકતા અનુસાર પાણી ઉમેરો. એને ઓછામાં ઓછી 30 મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખવું.

6. હવે ઢોસા બનાવવા માટેના મિશ્રણમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરી દો. હવે એક નોન સ્ટિક પેન કે લોખંડના તવાને સારી રીતે ગ્રીસ કરી લો.

7. હવે કડછીથી મિશ્રણ ગરમ તવા પર નાખીને એને ગોળાકાર ફેલાવીને ઢોસો બનાવી લો.

8. કિનારીઓ પર ફરતે એક ચમચી તેલ રેડવું. મધ્યમ તાપે સોનેરી અને ક્રિસ્પી બને ત્યાં સુધી શેકાવા દેવું.

9. હવે આ ગરમાગરમ ઢોસાને મનચાહી ચટણી કે સાંભાર સાથે સર્વ કરો. સ્વાદ અને સ્વાસ્થનો સંગમ એવી આ રેસિપી તમારું દિલ અવશ્ય જીતી લેશે!

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મસ્ત વઘારવાળી કઢી બનાવો, આ રેસિપીથી!…બધા આંગળા ચાટી જશે!

આ પણ વાંચો: ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો: ગરમાગરમ ઓટ્સ પરોઠા બનાવો, આ રેસિપીથી ઝટપટ બનશે સવારનો સ્વાદિષ્ટ અને હૅલ્ધી નાસ્તો…