Ahmedabad News/ ગુજરાતમાં વધુ એક ‘મેરેજ સ્કેમ’, પાંચ પુરુષો સાથે લગ્ન કરી ભરણપોષણ માંગનાર સુશિક્ષિત મહિલા વકીલ સામે છેતરપિંડીની ફરિયાદ

ગુજરાતના અલગ અલગ જિલ્લામાં એક મહિલાએ પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા હતા. જોકે, દરેક લગ્ન પછી તરત જ, તે ઝઘડો કરતી અને પછી તેના પતિ પાસેથી ભરણપોષણ લેવા માટે કોર્ટમાં અરજી કરતી હતી.

Top Stories Gujarat Breaking News
ભરણપોષણ

Ahmedabad News:ગુજરાતમાં એક સુશિક્ષિત મહિલાએ પુરુષો પાસેથી પૈસા પડાવવા માટે એક નવી સ્કીમ બનાવી હતી, જે હવે હેડલાઇન્સમાં છે.આ મહિલાએ ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા હતા. જોકે, દરેક લગ્ન (Marriage) પછી તરત જ, તે ઝઘડો કરતી અને પછી તેના પતિ પાસેથી ભરણપોષણ લેવા માટે કોર્ટમાં અરજી કરતી.અમદાવાદમાં આ મહિલાએ બે પુરુષોને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પૈસા મેળવી શકે તે પહેલાં જ બંને પુરુષોએ તેની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી દીધી હતી.

પાંચ પતિઓ સામે ભરણપોષણનો કેસ દાખલ

આપને જણાવી દઈએ આ મહિલા ખરેખર લુણાવાડાની છે. તે વકીલ છે, પરંતુ તેને લગ્ન માટે જીવનસાથી એપ (jeevansathi app) પર પોતાને ગૃહિણી તરીકે જાહેર કરી હતી.પછી જો તેને એપ પર પ્રોફાઇલ ગમતી, તો તે તે વ્યક્તિને મળતી અને તેને પોતાની જાળમાં ફસાવતી. માહિતી અનુસાર આ મહિલાએ અત્યાર સુધીમાં પાંચ પુરુષો સાથે લગ્ન કર્યા છે. દરેક લગ્ન પછી, તેને દરેક સામે ઘરેલુ હિંસા અને ભરણપોષણનો (Maintenance) કેસ દાખલ કર્યો છે. આ કેસ અલગ અલગ જિલ્લા કોર્ટમાં ચાલી રહ્યા છે. આ મહિલા તેના બોયફ્રેન્ડ સાથે અમદાવાદમાં ફરતી હતી. આ દરમિયાન એક પુરુષે જીવનસાથી એપ પર મહિલાની વિગતો જોઈ હતી.જેના પછી આ પુરુષે મહિલાના બોયફ્રેન્ડનો સંપર્ક કર્યો હતો.

જ્યારે તેને તપાસ કરી, ત્યારે એક ચોંકાવનારી હકીકત સામે આવી. જેમાં તેને મહિલાના પાંચ ભૂતપૂર્વ પતિઓ વિશે પણ જાણવા મળ્યું હતું. આ મહિલાએ લુણાવાડા, વડોદરા, સુરેન્દ્રનગર અને સુરતમાં પુરુષો સાથે લગ્ન કર્યા છે. તેને બે બાળકો પણ છે. આ મહિલાએ જીવનસાથી એપ પર એક જાહેરાત પોસ્ટ કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તે એક એવા જીવનસાથીની શોધમાં છે જે તેના બે બાળકોને સ્વીકારી શકે. જોકે જ્યારે તેના બોયફ્રેન્ડના ધ્યાનમાં આ જાહેરાત આવી ત્યારે મહિલાની સમગ્ર પોલ ખૂલી ગઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ : લૂંટેરી દુલ્હન લગ્ન બાદ ચાર લાખ રોકડા અને દાગીના લઈ ફરાર

આ પણ વાંચો:લૂંટેરી દુલ્હન…!, યુવતીના પિતાને લગ્નમાં નાણાંની જરૂર છે અને ઘડિયા લગ્ન લેવા છે

આ પણ વાંચો:લૂંટેરી દુલ્હન, પૈસા પડાવવા લગ્નનું નાટક કરીને યુવતી રફૂચક્કર, જાણો સમગ્ર ઘટના