Lifestyle/ ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

ટેસ્ટી-ટેસ્ટી ભરેલા મરચાંને તમે રોટલી, પરોઠા અને ભાત સાથે ખાઇ શકો છો. વળી, એકસાથે ઘણા બધાં બનાવીને એને સ્ટોર પણ કરી શકો છો!

Lifestyle Tips & Tricks Food Trending

Lifestyle: ભોજનની થાળીમાં દાળ-ભાત અથવા ખીચડી-છાશ જોડે જો ભરેલા મરચાં (Stuffed Chillies) મળી જાય તો મજા પડી જાય!! બાળકોથી માંડીને વડીલો સુધીભરેલા મરચાંનો સ્વાદ સૌની દાઢે એવો વળગે છે કે ગૃહિણી સમક્ષ એની ફરમાઇશ હંમેશાં હાજર જ હોય છે! આ રેસિપી (Recipe)અત્યંત સરળ છે અને કેટલાક દિવસો સુધી એને સ્ટોર (Store)પણ કરી શકાય છે. તો ચાલો હવે જાણીએ, ભરેલા મરચાંની મજેદાર રેસિપી અને એને સ્ટોર કરવાની વિધિ વિશે…

ભરેલા મરચાં બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની જરુર પડશે.

સામગ્રી

10-12 મોટા વઢવાણી લીલા મરચાં
3-4 મોટી ચમચી તેલ
1 ચમચી વરિયાળી પાઉડર
1 ચમચી ધાણાજીરું
1 ચમચી આમચૂર પાઉડર
1/2 ચમચી હળદર
1/2 ચમચી લાલ મરચું
1/2 ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદાનુસાર

બનાવવાની વિધિ

1.સૌપ્રથમ વઢવાણી મરચાં (Vadhavani Chillies)ને સારી રીતે ધોઇને લૂછી લો. ત્યારબાદ, એમા વચ્ચેથી ચીરો પાડી લો પરંતુ એ ધ્યાન રાખવું કે એના બે ફાડિયા ન થઇ જાય! હવે એમાંથી બિયાં અને રેસા કાઢી લો.

2. એક પૅનમાં 2 ચમચા તેલ ગરમ કરો. હવે એમાં ચણાનો લોટ (Besan)નાખીને ધીમા તાપે એમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.

3. શેકેલા ચણાના લોટને એક બાઉલમાં કાઢી લો. એમાં ધાણાજીરું, હળદર, લાલ મરચું, આમચૂર, ગરમ મસાલો અને સ્વાદાનુસાર મીઠું મિક્સ કરી લો. આ તમામ મસાલાને સારી રીતે મિક્સ કરી લો.

4. હવે આ તૈયાર પૂરણ (Stuffing)ને કાપેલા મરચાંમાં ભરી લો. સ્ટફિંગને દબાવીને સારી રીતે ભરવું.

5. એક પૅનમાં તેલ ગરમ કરો. ભરેલા મરચાંને ચીરો કર્યો હોય એ તરફનો ભાગ નીચે રાખીને ધીમા તાપે શેકાવા દો. પછી ઊલટાવીને બીજી તરફ પણ શેકી લો. બંને તરફ સોનેરી રંગના (Golden)અને નરમ થાય ત્યાં સુધી ફ્રાય કરી લો. તમારા ગરમાગરમ ભરેલા મરચાં તૈયાર છે!


આ ટેસ્ટી-ટેસ્ટી ભરેલા મરચાંને તમે રોટલી, પરોઠા અને ભાત સાથે ખાઇ શકો છો. વળી, એકસાથે ઘણા બધાં બનાવીને એને સ્ટોર પણ કરી શકો છો.

ભરેલા મરચાંને સ્ટોર કરવાની રીત

ભરેલા વઢવાણી મરચાંને તમે સરળતાથી સ્ટોર કરીને 4-5 દિવસ સુધી એની મજા લઇ શકો છો. આ માટે મરચાં બનાવ્યા પછી એમને પૂરી રીતે ઠંડા થવા દો. ત્યારબાદ, એક હવાચુસ્ત ડબામાં ભરીને ફ્રિઝમાં સ્ટોર કરો. મરચાંને તળતી વખતે થોડું વધારે તેલ વાપરવું.

જો લાંબો સમય સુધી સ્ટોર કરી રાખવા માંગો છો તો, એને એક બેકિંગ શીટ પર ફેલાવીને ફ્રોઝન (Frozen)કરવા. એ પૂરી રીતે જામી જાય પછી એને એક ઝીપ-લૉક બેગમાં ભરીને ફ્રિઝરમાં સ્ટોર કરવા. જ્યારે એમને ખાવાની ઈચ્છા થાય ત્યારે ફ્રિઝરમાંથી કાઢીને રુમ ટેમ્પરેચર પર આવવા દેવા અને પછી ગૅસ પર નાની તાવડીમાં ગરમ કરીને કે ઓવનમાં બૅક (Bake)એની મજા માણવી!


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઝટપટ બનાવો ચીઝ ગાર્લિક બ્રેડ, આ છે લાજવાબ રેસિપી…

આ પણ વાંચો:ક્રિસ્પી ભીંડાનું શાક ક્યારેય ખાધું છે? ચણાના લોટમાં આ રીતે બનાવો

આ પણ વાંચો:વેજ સ્પ્રિંગ રોલ જેટલો હળવો નાસ્તો આજ સુધી તમે નહીં ખાધો હોય!