મહેસાણા,
મહેસાણાના વિસનગરમાં દલિતો પર વર્ગ વિગ્રહ વધી રહ્યું છે. સતલાસણાના ઉમરેચા ગામની ઘટના સામે આવી છે. જેમાં દલિતોના બાલ દાઢી કાપવાના વિરોધમાં વાળંદને માર મરવામાં આવ્યો છે.
વાળંદ પરિવાર પર 30 થી 40ના ટોળાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં વાળંદના માતા અને પુત્ર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તને સારવાર અર્થે વડનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.
માહિતી મુજબ સતલાસણાના ઉમરેચા ગામે એક દલિત યુવકના વાળ કાપવાના મામલે વાળંદને લાકડી વડે ફટકારવામાં આવ્યો હતો. જ્યા અચાનક જ 30થી 40 લોકોનું ટોળું ઉમટી પડ્યુ હતુ અને સતિષભાઈ નામની વ્યકિત પર હુમલો કર્યો હતો. અને તેને બચાવવા જતા માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા.
આ મામલે દલિતના વાળ કાપવાના મામલે મારા માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉમરેચા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે
આ પહેલા પણ પાટણના હારીજમાં સરેલ ગામે દલિત પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમા અજાણ્યા શખ્શોએ ત્રાટકી મહિલાના મો પર ઘા ઝીંક્યા હતા.
