World News/ ઇઝરાયેલ પર યમનનો પ્રથમ મિસાઇલ હુમલો, શું હવે મહાયુદ્ધ ફાટી નીકળશે?

Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં યમનના હૂતી વિદ્રોહીઓએ મિસાઇલ દાગીને સીધો હસ્તક્ષેપ કર્યો છે. ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે વળતો જવાબ આપ્યો છે. જાણો યુદ્ધના લેટેસ્ટ અપડેટ્સ.

Top Stories World
Israel

Israel Yemen Missile Attack: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે વધુ વિનાશક વળાંક લઈ રહ્યું છે. શનિવારે સવારે યમનના હૂતી વિદ્રોહીઓએ ઈરાનના સમર્થન સાથે ઇઝરાયેલ પર સીધો મિસાઇલ હુમલો કર્યો છે. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા આ જંગમાં આ પહેલીવાર છે જ્યારે યમન તરફથી ઇઝરાયેલની સરહદમાં મિસાઇલ છોડવામાં આવી હોય. આ હુમલા બાદ ઇઝરાયેલના બીર શેબા અને નેગેવ વિસ્તારમાં ખતરાના સાયરન ગુંજી ઉઠ્યા હતા.

એર ડિફેન્સ સિસ્ટમ એક્શનમાં

ઇઝરાયેલ (Israel) સંરક્ષણ દળો (IDF) ના જણાવ્યા અનુસાર, યમન તરફથી આવતી મિસાઇલને રોકવા માટે ઇઝરાયેલની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ તાત્કાલિક સક્રિય થઈ ગઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, આ હુમલામાં કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. જોકે, આ હુમલાએ સાબિત કરી દીધું છે કે હવે આ યુદ્ધમાં નવા મોરચા ખુલી રહ્યા છે.

Israel

યમનની ખુલ્લી ચેતવણી: ‘અમે યુદ્ધ માટે તૈયાર છીએ’

હૂતી વિદ્રોહીઓના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરીએ શુક્રવારે જ ચેતવણી આપી હતી કે જો અમેરિકા અને ઇઝરાયેલ (Israel)ઈરાન અને તેના સમર્થિત જૂથો પર હુમલા ચાલુ રાખશે, તો તેઓ સીધા મેદાનમાં ઉતરશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “અમારા હાથ લશ્કરી હસ્તક્ષેપ માટે તૈયાર છે.” સરીએ ઇઝરાયેલ પર ‘ગ્રેટર ઇઝરાયેલ’ બનાવવાની લાલચનો આરોપ લગાવતા કહ્યું કે યમનની સેના મુસ્લિમ દેશોના સમર્થનમાં કોઈ પણ હદે જઈ શકે છે.

Israel દ્વારા ઈરાની નેતૃત્વને મોટો ફટકો

ઇઝરાયેલ (Israel)ના ‘ઓપરેશન રોઅરિંગ લાયન’ ને એક મહિનો પૂરો થવા આવ્યો છે. આ યુદ્ધમાં ઈરાનને ઘણું નુકસાન વેઠવું પડ્યું છે, જેમાં અયાતુલ્લા અલી ખમેનેઈ જેવા મોટા નેતાઓના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. લાલ સમુદ્રમાં વધતી જતી હિલચાલ અને યમનનો આ હુમલો સૂચવે છે કે આગામી દિવસોમાં સંઘર્ષ વધુ તીવ્ર બની શકે છે.


આ પણ વાંચો :પુતિનની ચેતવણી- ‘ઈરાન યુદ્ધ કોરોના કરતા પણ વધુ ખતરનાક સાબિત થશે’

આ પણ વાંચો : વ્લાદિમીર પુતિનને યુદ્ધમાં મોટો ફાયદો! તેલ વેચાણથી દરરોજ $760 મિલિયન કમાણી

આ પણ વાંચો :અમેરિકામાં ટ્રેન અને વૅન વચ્ચે ભીષણ ટક્કર, એક જ પરિવારની બે દીકરીઓ સહિત 5 ના મોત