Ahmedabad News/ અમદાવાદમાં માનવતા હચમચાવતો બનાવ: માતાએ અઢી મહિનાની દીકરીને બચાવી નહીં, ધરપકડ

અમદાવાદના અમરાઈવાડી (Amraiwadi) વિસ્તારમાં અઢી મહિનાની બાળકીના મોતનો ચોંકાવનારો કિસ્સો. માતાની બેદરકારી અને પછીના કૃત્યને લઈને પોલીસે ધરપકડ કરી. જાણો સમગ્ર ઘટના વિગતવાર.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Amraiwadiમાં માતાની બેદરકારીથી બાળકીનું મોત, થઇ ધરપકડ

Ahmedabad News: અમદાવાદ  શહેરના અમરાઈવાડી (Amraiwadi) વિસ્તારમાંથી એક દિલ દહોળી નાખે એવો બનાવ સામે આવ્યો છે, જેને સાંભળીને દરેક માતા-પિતા વિચારમાં પડી જાય. અઢી મહિનાની નિર્દોષ બાળકીના મોત પાછળ માતાની બેદરકારી અને બાદમાં કરાયેલા કૃત્યે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

શું છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત માહિતી મુજબ, અમરાઈવાડી વિસ્તારમાં રહેતા એક પરિવારની અઢી મહિનાની બાળકી પાણીની ટાંકીમાં પડી ગઈ હતી. ઘટનાના સમયે બાળકીને બચાવવાનો યોગ્ય પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. આરોપ છે કે માતાએ પોતાની ભૂલ છુપાવવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારું મૂકી દીધું.

Amraiwadi Police Stationમાં પતિએ નોંધાવી ફરિયાદ

બાળકીના પિતા દિપક મકવાણાએ આ મામલે પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ એક ખાનગી કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારમાં મોટી દીકરી ઉપરાંત અઢી મહિનાની નાની દીકરી હતી.

ઘટના કેવી રીતે બની?

ઘટનાના દિવસે પિતા ગેસ સિલિન્ડર લેવા માટે બહાર ગયા હતા. તે દરમિયાન ઘરમાં માતા અને બંને દીકરીઓ હાજર હતી. થોડા સમય બાદ પડોશી દ્વારા ફોન આવતા પિતા તરત ઘરે પહોંચ્યા. ત્યાં લોકોનું ટોળું એકત્ર થયું હતું અને બાળકીને બચાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો. બાદમાં બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી.

માતાની કબૂલાત

પ્રાથમિક પૂછપરછમાં માતાએ સ્વીકાર્યું કે તે પાણી ભરવાની પ્રક્રિયા દરમિયાન દીકરી હાથમાંથી છૂટીને ટાંકીમાં પડી ગઈ હતી. ગભરાટમાં તેણે બાળકીને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નિષ્ફળ રહી. બાદમાં પોતાને દોષ ન લાગે તે માટે ટાંકી બંધ કરીને ઉપર તગારું મૂકી દીધું. આ બનાવ અંગે Amraiwadi Police Station પોલીસે ગંભીર ગુનો નોંધીને માતાની ધરપકડ કરી છે. હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:પિતાએ બાળકીને પાણીની ટાંકીમાં ફેંકી મોતને ઘાટ ઉતારી, ઘરકંકાસના ભોગે બાળકીનો ગયો જીવ

આ પણ વાંચો:7 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં હેવાનને મૃત્યુદંડની સજા, ખંભાત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

આ પણ વાંચો:એક ભૂલથી 7 દિવસમાં 3 બાળકીઓના મોત, પટના શેલ્ટર હોમ કેસમાં મોટો ખુલાસો