Ahmedabad News/ અમદાવાદમાં ડ્રગ્સને લઈ જુહાપુરામાં અસમાજીક તત્વોએ મચાવ્યો આતંક, 2 થી 3 લોકો ઈજાગ્રસ્ત

પોલીસને જાણવા મળ્યું છે કે MD ડ્રગ્સ અંગે બે જૂથો વચ્ચે પૈસાની લેવડદેવડના વિવાદને કારણે આ ઘટના બની હતી. 

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ (Ahmedabad)ના જુહાપુરા (Juhapura) સ્થિત કેતકી સોસાયટીમાં પૈસાની લેવડદેવડને લઈને ઓસામા બક્ષી અને મંડળી ગ્રુપ વચ્ચે હથિયારો અને તલવારો સાથે મારામારી થતાં આતંક જોવા મળ્યો હતો. આસમાજીક તત્વો (Anti Social element)ના આતંકના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ સંદર્ભે વેજલપુર પોલીસે (Vejalpur Police) બંને પક્ષો સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ (Ahmedabad)ના વેજલપુરના જુહાપુરા રોડ પર આવેલી કેતકી સોસાયટીના રહેવાસી આસિફ શેખ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, તે જમીનના વ્યવસાય સાથે સંકળાયેલો છે. બે દિવસ પહેલા ઓસામા બક્ષીએ ફોન કરીને ધમકી આપી હતી કે હું અમદાવાદ આવ્યો છું. તમે મને ઉછીના પૈસા માટે કેમ ફોન કરી રહ્યા છો? આ દરમિયાન આસિફે ઓસામા બક્ષીને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. પરંતુ, તેણે મોહમ્મદ પાયક અને અન્ય લોકોને મોકલ્યા હતા. આ દરમિયાન ઓસામા બક્ષી તેના અન્ય સાથીઓએ વાહનોમાં તોડફોડ કરી આતંક ફેલાવતા કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વેજલપુર પોલીસે  મામલે ગુનો નોંધી કડક કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે MD ડ્રગ્સ અંગે બે જૂથો વચ્ચે પૈસાની લેવડદેવડના વિવાદને કારણે આ ઘટના બની હતી.

અગાઉ અમદાવાદમાં વસ્ત્રાલ (Vastral)માં અસામાજીક તત્વોએ મચાવેલા આતંકના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા ત્યારે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order)ની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો (Anti Social elements) પર કડકમાં કડક કાર્યવાહી કરી હતી. તેમ છતાં ગુંડાતત્વો બેફામ બનતા જોવા મળ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત પોલીસ રસ્તામાં ઉતરતાં અસમાજીક તત્વોમાં ફફડાટ

આ પણ વાંચો:અમદાવાદના વસ્ત્રાલમાં અસમાજીક તત્વોએ મચાવ્યો આતંક

આ પણ વાંચો:અમદાવાદમાં અસામાજીક તત્વોએ આતંક મચાવ્યો, સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા